Not Set/ જમ્મુ-કાશ્મીર: ફરાર પોલીસકર્મી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ

શ્રીનગર, શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્થિત પંપોર પોલીસ સ્ટેશન પ્રભારીના સુરક્ષા સમુહમાં શામેલ એક પોલીસકર્મી હથિયારો સાથે ફરાર થઇ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાઈ ગયો છે. જોકે, પોલીસે આ બાબતે અધિકારીક નિવેદન આપ્યું નથી. પરંતુ હિઝબુલ મુજાહિદ્દીને એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે રાજ્યના બધા પોલીસ જવાનો અને અધિકારીઓએ નોકરી છોડીને હિઝબુલમાં શામેલ […]

Top Stories India
1014817856 જમ્મુ-કાશ્મીર: ફરાર પોલીસકર્મી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ

શ્રીનગર,

શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સ્થિત પંપોર પોલીસ સ્ટેશન પ્રભારીના સુરક્ષા સમુહમાં શામેલ એક પોલીસકર્મી હથિયારો સાથે ફરાર થઇ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાઈ ગયો છે. જોકે, પોલીસે આ બાબતે અધિકારીક નિવેદન આપ્યું નથી. પરંતુ હિઝબુલ મુજાહિદ્દીને એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે રાજ્યના બધા પોલીસ જવાનો અને અધિકારીઓએ નોકરી છોડીને હિઝબુલમાં શામેલ થઇ જાય.

terrorism જમ્મુ-કાશ્મીર: ફરાર પોલીસકર્મી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ

ફરાર થયેલા પોલીસકર્મીની ઓળખાણ એસપીઓ ઈરફાન અહમદ ડાર, નિહામા કાકપોરા નિવાસીના રૂપમાં થઇ છે. તે પંપોર પોલીસ અધિકારીના એસ્કોર્ટ સમૂહનો સદસ્ય હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈરફાન સરકારી એસોલ્ટ રાઈફલ, બે મેગેઝીન અને કારતુસ લઈને ભાગી ગયો છે. મોડી સાંજે જયારે તેને બોલાવવામાં આવ્યો ત્યારે તે ક્યાય મળ્યો નહતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ હતો.

balochistan unrest sc seeks report from secret agencies 4663 જમ્મુ-કાશ્મીર: ફરાર પોલીસકર્મી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ

સંબંધિત સુત્રોએ જણાવ્યું કે ફરાર એસપીઓ આતંકીઓ સાથે મળી ગયો છે. કારણ કે એ જે વિસ્તારનો છે, એ આતંકી પ્રભાવિત માનવામાં આવે છે. કાકપોરા અને એની સાથે આવેલા વિસ્તારોમાં ગયા બે વર્ષ દરમિયાન ઘણા યુવાનો આતંકી બન્યા છે. આ ક્ષેત્રમાં જયારે પણ સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું ત્યારે ભયાનક પથ્થરબાજીનો સામનો કરવો પડ્યો હતો.

679317 terrorist 020718 જમ્મુ-કાશ્મીર: ફરાર પોલીસકર્મી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ

અવંતીપોરના એસએસપી જૈયદ માલિકે એસપીઓ ગાયબ થયો હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અમે એને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે કઈ હાલતમાં ગાયબ થયો છે, ક્યાં ગયો છે બધા તથ્યો પર દેખભાળ કરવામાં આવી રહી છે. એમણે આગળ જણાવ્યું કે હજુ સુધી અમને પુરાવા નથી મળ્યા જે પુષ્ટિ કરતા હોય કે એ આતંકી બની ગયો છે.

rc1kkwgafdegd જમ્મુ-કાશ્મીર: ફરાર પોલીસકર્મી આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ

અલબત, હિઝબુલ મુજાહિદ્દીનના પ્રવક્તા ગાઝી બુરહાનુંદ્દીને સ્થાનિક ન્યુઝ એજન્સીઓને ફોન પર જણાવ્યું કે પંપોર પોલીસ સ્ટેશનના ગુમ થયેલા એસપીઓ ઈરફાન અહમદ ક્યાય ગાયબ નથી થયો. એણે પોલીસની નોકરી છોડીને હિઝબુલ મુજાહિદ્દીનનો સાથ આપવાનો ફેસલો કર્યો છે. અને તે આ સમયે આતંકી સંગઠનના અન્ય યુવાનો સાથે સુરક્ષિત જગ્યા પર છે.

હિઝબુલના પ્રવક્તાએ રાજ્ય પોલીસના બધા જવાનો અને અધિકારીયોને નોકરી છોડીને હિઝબુલ મુજાહિદ્દીનમાં શામેલ થઇ જવા અને કાશ્મીરમાં ચાલી રહેલા જેહાદને સફળ બનાવવાની અપીલ કરી છે.