French Open/ નડાલ વોકઓવર સાથે ફાઇનલમાં,ત્રણ કલાક રમ્યા બાદ ઝવેરેવ ઇજાગ્રસ્ત થતાં વ્હીલચેરમાં કોર્ટની બહાર ગયા

તેણે મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે વોકઓવર મળ્યો હતો.

Top Stories Sports
2 7 નડાલ વોકઓવર સાથે ફાઇનલમાં,ત્રણ કલાક રમ્યા બાદ ઝવેરેવ ઇજાગ્રસ્ત થતાં વ્હીલચેરમાં કોર્ટની બહાર ગયા

સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે વોકઓવર મળ્યો હતો. ઝવેરેવ બીજા સેટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. કોર્ટમાં જ તેના પગમાં ઈજા થઈ હતી. આ કારણે તે આગળ રમી શક્યો નહોતો. મેચ રોકાઈ ત્યાં સુધી નડાલ 7-6 (10-8), 6-6થી આગળ હતો. ફાઇનલમાં નડાલનો મુકાબલો ક્રોએશિયાના મારિન સિલિક અને નોર્વેના કેસ્પર રૂડ વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.

ઝવેરેવની નજર પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચવા પર હતી. તેણે મેચમાં પણ શાનદાર શરૂઆત કરી હતી. નડાલ અને તેની વચ્ચેની મેચ પહેલા સેટમાં 91 મિનિટ ચાલી હતી. નડાલે 6-6ની બરાબરી બાદ ટાઈબ્રેકરમાં 10-8થી જીત મેળવી હતી. તેણે પહેલો સેટ 7-6 (10-8)થી જીત્યો હતો. બીજા સેટમાં પણ બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. રમત બંધ થઈ ત્યાં સુધીમાં બંને 6-6ની બરાબરી પર હતા. ઝવેરેવ ટાઈબ્રેકરની શરૂઆતમાં ઈજાગ્રસ્ત થયો હતો. બીજો સેટ 102 મિનિટ ચાલ્યો હતો.