whatsapp app/ વૉટ્સએપ કોલ કરવા માટે હવે તમારે ડાયલરમાં નહી જવું પડે, વૉટ્સએપ નવું ફીચર લઇને આવી રહ્યુ છે

વૉટ્સએપ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે.વિશ્વના તમામ લોકો વૉટ્સએપ દ્વારા કનેક્ટ થતા હોય છે, પછી તે મેસેજ કે કોલ દ્વારા હોય શકે. તમે કોઇ વ્યક્તિને કોલ કરવા માંગો છો અને તેમનો નંબર તમારા પાસે સેવ નથી ,

Trending Tech & Auto
Cricket Tutorials YouTube Thumbnail 59 વૉટ્સએપ કોલ કરવા માટે હવે તમારે ડાયલરમાં નહી જવું પડે, વૉટ્સએપ નવું ફીચર લઇને આવી રહ્યુ છે

વૉટ્સએપ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે.વિશ્વના તમામ લોકો વૉટ્સએપ દ્વારા કનેક્ટ થતા હોય છે, પછી તે મેસેજ કે કોલ દ્વારા હોય શકે. તમે કોઇ વ્યક્તિને કોલ કરવા માંગો છો અને તેમનો નંબર તમારા પાસે સેવ નથી , તો તમારે ફોનનું ડાયરલ ખોલવુ પડે છે. પરંતુ હવે આવુ નહી કરવુ પડે કારણ કે તાજેતરના વૉટ્સએપ બીટા ઇન્ફોના અહેવાલ મુજબ, વૉટ્સએપ આ સમસ્યાને હલ કરવાના માર્ગ પર છે.

ઇન એપ ડાયલર સુવિધા
આપને જણાવી દઇકે ગૂગલ પ્લે સ્ટોર પર બીટા લેટેસ્ટ અરડેટમાં એક અદ્ભુત ફીચર જોવા મળ્યુ છે. કંપની એક નવું ઇન-એપ ડાયરલ ફીચર લગાવી રહી છે. આ ફીચરની મદદથી તમે એપની અંદરથી જ સીધા કોલ કરી શકશો. ફીચરની શરૂઆત બાદ તમારે ફોનના ડાયલર પેડ પર જવાની જરૂર નહીં રહે, તમે આ કામ સીધા જ વૉટ્સએપથી કરી શકો છો.

સ્ક્રીનશોટમાં જોવા મળેલી પ્રથમ ઝલક
કંપનીએ આવનારી ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં આપણે એપમાં નવું ડાયલર કેવું દેખાશે તેની ઝલક જોવા મળી છે. તમે ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરીને વૉટ્સએપ પરથી સીધા જ વોઈસ કોલ કરવા માટે ઇન-એપ ડાયલરનો ઉપયોગ કરી શકો છો.

સુવિધા પરીક્ષણ થઇ રહ્યુ છે
આ સુવિધા હાલમાં પરીક્ષણ થઇ રહ્યુ છે અને આગામી અપડેટમાં રિલીઝ થઈ શકે છે. જો કે, વૉટ્સએપએ હજુ સુધી આ ફીચર વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી, તેથી આ ફીચર ક્યારે રોલઆઉટ થશે તે કહેવું મુશ્કેલ છે.તમે સીધા જ વોઈસ કોલ કરવા માટે ઇન-એપ ડાયલરનો ઉપયોગ કરી શકો છો, જે વપરાશકર્તાના અનુભવને મોટા પ્રમાણમાં વધારશે. આ ફીચર ખાસ કરીને ઈન્ટરનેશનલ કોલ્સ કરતા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એપલનું ભારતમાં લાખો લોકોને ઊંચા પગારની નોકરી આપવાનું આયોજન

આ પણ વાંચો:ભારતમાં ગૂગલ પે પછી હવે આવશે ગૂગલ વોલેટ

આ પણ વાંચો:ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં છેતરપિંડી અટકાવવા OTP એલર્ટ સિસ્ટમ બનશે મદદરૂપ