આજકાલ સાયબર ક્રાઈમમાં સતત બ્ધારો થઇ રહ્યો છે. ત્યારે હેકર્સ સામાન્ય જનતાથી લઈને મોટી મોટી હસ્તીઓને શિકાર બનાવતા હોય છે. ત્યારે આવમાં હવે તેઓએ પોલીસને પણ નથી છોડ્યા. હાલ સરકારી અધિકારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ નકલી ઈ-ચલણ યોજનાઓ વિશે લોકોને ચેતવણી આપી રહી છે. જેઓ ખાસ કરીને ટ્રાફિક ચલાન એલર્ટની નકલ કરીને એસએમએસ દ્વારા વાહન માલિકોને નિશાન બનાવી રહ્યા છે.
કેવી રીતે થાય છે ઈ-ચલણ કૌભાંડ?
આ કૌભાંડને અંજામ આપનારા ગુનેગારો ઈ-ચલાન જેવા જ એસએમએસ ચેતવણીઓ મોકલે છે, જેમાં ચુકવણી કરવા માટેની લિંક પણ હોય છે. મેસેજ મળ્યા બાદ કોઈ વ્યક્તિ એકવાર લિંક પર ક્લિક કરે તો મોબાઈલ હેકર્સના કબજામાં આવી જાય છે. જેના કારણે હેકર્સને ક્રેડિટ/ડેબિટ કાર્ડની માહિતી મળે છે.
કૌભાંડનો શિકાર બનતા આ રીતે બચો…
કાયદા અમલીકરણ એજન્સીની સલાહ મુજબ, સ્કેમર્સે ટ્રાફિક અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ફોર્મેટિંગની કાળજીપૂર્વક નકલ કરી છે. જો કે આ તરફ ધ્યાન આપવામાં આવે તો તેનાથી બચી શકાય છે. કારણ કે અધિકૃત ઈ-ચલાન લિંક “https://echallan.parivahan.gov.in/” છે. જ્યારે સ્કેમર્સ આવી લિંક્સનો ઉપયોગ કરે છે, જે દેખાવમાં લગભગ સમાન હોય છે. પરંતુ તેમની વચ્ચે થોડો તફાવત છે. જે ઉતાવળમાં અવગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, https://echallan.parivahan.in/ અહીં લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે અધિકૃત ઈ-ચલાન પેમેન્ટ લિંકના અંતમાં હંમેશા “gov.in” હોય છે.
આ પદ્ધતિઓ દ્વારા કૌભાંડોને પણ ઓળખી શકાય છે
સાવચેત રહેવા ઉપરાંત, ઉતાવળમાં ચુકવણી ન કરવી એ તેનાથી બચવાનો બીજો રસ્તો છે. સાયબર ક્રાઈમના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ આ જ વાતનો આગ્રહ રાખે છે. વાહન માલિકોએ કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા આવા સંદેશાઓ કાળજીપૂર્વક વાંચવા જોઈએ.
અધિકૃતતા સંદેશમાં વાહનના એન્જિન નંબર અને ચેસીસ નંબર જેવી માન્ય વિગતો હોય છે. જ્યારે સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવતા એસએમએસમાં આવી માહિતી ગુમ રહે છે. આ ઉપરાંત, આવો કોઈ સંદેશ મળ્યા પછી, સાવચેતી તરીકે, તેની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ ચકાસણી કરવી જોઈએ. જેથી તમે જાણી શકો કે તમારા વાહન માટે ખરેખર કોઈ ચલણ જારી કરવામાં આવ્યું છે કે નહીં. આ ઉપરાંત, એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે સત્તાવાર ઇ-ચલાન ક્યારેય વ્યક્તિગત મોબાઇલ નંબરોથી મોકલવામાં આવતા નથી.
કૌભાંડ બાદ આ કાર્યવાહી કરો
જો તમે કોઈ રીતે આ કૌભાંડમાં ફસાઈ જાવ તો તેની ફરિયાદ યોગ્ય જગ્યાએ કરવી જરૂરી બની જાય છે. જેના માટે તરત જ 1930 પર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલનો સંપર્ક કરીને અને www.cybercrime.gov.in દ્વારા સમયસર ફરિયાદ નોંધાવવાથી, તે અનધિકૃત વ્યવહારોને રોકવામાં અને તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. આ સિવાય તમારી બેંકને આ વિશે જાણ કરો, સાથે જ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવો.
આ પણ વાંચો:Chandrayaan 3/સ્માઈલ પ્લીઝ! પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર ઊભેલા વિક્રમ લેન્ડરની લીધી તસવીર, જુઓ નજરો
આ પણ વાંચો:Congress-Rakshabandhan/કોંગ્રેસ ઉજવશે અનોખી ‘રક્ષાબંધન’, સિદ્ધારમૈયા સરકાર આજથી દર મહિને આપશે 2000 રૂપિયા
આ પણ વાંચો:Whatsapp Trick/શું WhatsApp પર તમે બ્લોક છો, તો ચિંતા ના કરો… જાણી લો આ એક ટ્રીક