Not Set/ ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લપસ્યુ, અન્ય વિમાનો પર પડી તેની અસર

મુંબઈમાં અત્યારે ભારે વરસાદનાં કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયુ છે. ત્યારે આ ભારે વરસાદે સ્પાઇસ જેટનાં એક વિમાનને પણ પોતાની અડફેટે લઇ લીધુ હતુ. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે જયપુરથી આવી રહેલા સ્પાઇસ જેટનું વિમાન મુંબઈ હવાઈ મથકનાં રનવે પર લપસી જતા નીચે ઉતરી ગયુ હતુ. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવી […]

Top Stories India
spicejet 1562035118 ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લપસ્યુ, અન્ય વિમાનો પર પડી તેની અસર

મુંબઈમાં અત્યારે ભારે વરસાદનાં કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયુ છે. ત્યારે આ ભારે વરસાદે સ્પાઇસ જેટનાં એક વિમાનને પણ પોતાની અડફેટે લઇ લીધુ હતુ. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે જયપુરથી આવી રહેલા સ્પાઇસ જેટનું વિમાન મુંબઈ હવાઈ મથકનાં રનવે પર લપસી જતા નીચે ઉતરી ગયુ હતુ. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાનું સામે આવી રહ્યુ નથી.

spicejet54656465 ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લપસ્યુ, અન્ય વિમાનો પર પડી તેની અસર

 

ઘટના સોમવારે રાત્રીનાં 11.45એ બની હોવાનું સામે આવી રહ્યુ છે. સુત્રોનું કહેવુ છે કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. દુર્ઘટનાં બાદ મુખ્ય રનવેને અસ્થાઇ રૂપથી બંધ કરી દેવામાં આવેલ છે. હાલમાં હવાઇ મથકનાં સેકન્ડરી રનવેથી વિમાનોની ઉડાન શરૂ કરી દેવામાં આવી છે. સુત્રોનું કહેવુ છે કે ઘટનાનાં કારણે ઘણી ઉડાનોને અમદાવાદ અને બેંગલુરુ મોકલી દેવામાં આવલે છે. મુંબઈમાં બનેલી દુર્ઘટનાનાં કારણે સિયોલથી આવી રહેલ કોરિયન એરનાં વિમાન કેઈ655ને અમદાવાદ, ફ્રેંકફ્રુર્તથી આવી રહી લુફ્થાંસાનાં વિમાન એલએચ756 અને બેંકોકથી આવી રહેલ એર ઈંન્ડિયાનાં વિમાન એઆઈ331નાં માર્ગને પણ અન્ય હવાઈ મથકો તરફ મોકલી દેવામાં આવેલ છે.

spicejet flights ભારે વરસાદ વચ્ચે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લપસ્યુ, અન્ય વિમાનો પર પડી તેની અસર

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદનાં કારણે મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ લપસી ગઈ હતી અને તેના કારણે મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા પ્રમાણે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુનાં કામ માટે ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. પોલીસે જણાવ્યું કે, 13 લોકોને જોગેશ્વર અને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી સ્થાનીક લોકોએ તુરંત અમુક લોકોને બચાવી લીધા હતા. બીજી બાજુ હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બંગાળમાં આગામી બે દિવસમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.