ભાવવધારો/ ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર વધારો,એક જ દિવસમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ આટલા વધ્યા,જાણો

કોરોનાની મારથી હજી લોકો બહાર આવ્યા નથી ત્યાં મોંઘવારીની મારનો સામનો પ્રજા કરી રહી છે, ખાધતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે

Top Stories Gujarat
8 3 ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર વધારો,એક જ દિવસમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ આટલા વધ્યા,જાણો
  • ખાદ્યતેલના ભાવમાં બેકાબુ વધારો
  • સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ 2500 ને પાર
  • સનફ્લાવર, મકાઈ અને પામતેલના ભાવમાં વધારો
  • સટ્ટાખોરી અને નફખોરીના કારણે વણથભી તેજી
  • સીંગતેલમાં ડબ્બાના ભાવમાં રૂ.70 નો વધારો
  • એક જ દિવસે રૂપિયા રૂ.70નો વધારો
  • સીંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 2520 થયો
  • કપાસિયા ડબ્બાનો ભાવ રૂ. 2550 થયો

કોરોનાની મારથી હજી લોકો બહાર આવ્યા નથી ત્યાં મોંઘવારીની મારનો સામનો પ્રજા કરી રહી છે, ખાધતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. તેલના ભાવ હાલ આસમાને છે અને હજુપણ ભાવમાં વધારો થવાની પુરી સંભાવના છે.  ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ભાવ વધારાની સાથે જ સીંગતેલ અને કપાસિયા તેલ 2500 રૂપિયાને પાર પહોંચ્યું છે.

મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. કોરોના ની મહામારીમાં પડેલા આર્થિક સંકટના મારમાંથી હજુ તો જનતા માંડ બહાર આવી રહી હતી. ત્યાં હવે મધ્યવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જેને લઇ સીંગતેલનો ડબ્બો 2520 રૂપિયા પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ એક જ દિવસમાં 110 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેને લઇ કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2550 રૂપિયાને પાર પહોંચ્યાં છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યાં છે..જેને લઇ લોકોને કયુ તેલ વાપરવું તે એક સવાલ છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.