Not Set/ TRAI ના ચીફે કહ્યું, મારો ડેટા હૅક કરી બતાવો અને અમદાવાદી યુવકે હેક કરી બતાવ્યું

અમદાવાદ: દેશની ટેલિકૉમ ક્ષેત્રની સૌથી ઉચ્ચતમ સંસ્થા ‘ટેલિકોમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'(TRAI)ના ચીફ આર. એસ. શર્માની મહત્વપૂર્ણ વ્યક્તિગત કથિત માહિતીઓ લીક થઈ ગઈ છે. હકીકત એમ હતી કે, શર્માએ પોતાનો આધાર નંબર ટ્વિટર પર મૂક્યો હતો અને લોકોને પડકાર ફેંક્યો હતો કે તેઓ માહિતી હૅક કરી બતાવે. તેમના આ પડકારને હૅકરોએ ઝીલી લીધો અને થોડીવારમાં […]

Top Stories Ahmedabad Gujarat India Trending Tech & Auto
India TRAI's Chief said, "Hack my data" and Ahmedabad youth show it

અમદાવાદ: દેશની ટેલિકૉમ ક્ષેત્રની સૌથી ઉચ્ચતમ સંસ્થા ‘ટેલિકોમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'(TRAI)ના ચીફ આર. એસ. શર્માની મહત્વપૂર્ણ વ્યક્તિગત કથિત માહિતીઓ લીક થઈ ગઈ છે. હકીકત એમ હતી કે, શર્માએ પોતાનો આધાર નંબર ટ્વિટર પર મૂક્યો હતો અને લોકોને પડકાર ફેંક્યો હતો કે તેઓ માહિતી હૅક કરી બતાવે. તેમના આ પડકારને હૅકરોએ ઝીલી લીધો અને થોડીવારમાં તેમની અંગત માહિતી જાહેરમાં મૂકી દીધી હતી. એટલું જ નહિ એક અમદાવાદી યુવકે તેમનો ડેટા હેક કરીને તેમના ખાતામાં એક રૂપિયો પણ જમા કરાવ્યો હતો.

ટ્રાઈના ચીફ શર્માએ આપેલો પડકાર તેમને ખુદને જ ભારે પડ્યો હતો અને લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાના શરૂ કરી દીધા હતા. શર્માની આ માહિતી હૅક કરનારા હૅકરોમાં અમદાવાદનો એક ગુજરાતી યુવક કનિષ્ક સાજનાની પણ હતો.

જોકે આધાર માટેની સર્વોચ્ચ સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇંડિયાના જણાવ્યા મુજબ, શર્માને લગતી તમામ માહિતી અગાઉથી જ ગૂગલ પર ઉપલબ્ધ હતી, આ માહિતી UIDAI પરથી મેળવવામાં આવી નથી.

કનિષ્ક સાજનાની એક એથિકલ હૅકર છે, તેણે માત્ર એક રૂપિયામાં નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ઍર ઇન્ડિયાની બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરી હતી.

ટ્રાઈના ચીફ શર્માના પડકાર બાદ કથિત ખાનગી અને અન્ય મોબાઇલ નંબર, નવું અને જૂનું સરનામું, જન્મ તારીખ, પાનકાર્ડ નંબર, વોટર આઇડી, તેમના મોબાઇલ ફોનનું મૉડલ અને કઈ કંપનીનું તેઓ સીમ કાર્ડ વાપરે છે તથા ઍર ઇન્ડિયાનો તેમનો ફ્રિક્વન્ટ ફ્લાયર નંબર લીક કરી દેવામાં આવ્યો છે.

એક કથિત ફ્રેન્ચ હૅકર અને અમદાવાદના કનિષ્ક સાજનાની સહિતની વ્યક્તિઓએ સાથે મળીને તેમનો આ કથિત ડેટા લીક કરીને બતાવ્યો છે. માત્ર એક આધાર નંબરથી ટ્રાઈના ચીફનો કથિત ડેટા લીક થઈ જતાં ફરી એકવાર આધારકાર્ડની સુરક્ષા પર સવાલ સર્જાયો છે.

આ દરમિયાનમાં ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આર. એસ. શર્માનો આધારકાર્ડની મદદથી કોઈ ડેટા હૅક થયો નથી. કથિત હૅકરોએ માત્ર ગૂગલ પરથી માહિતીઓ કાઢીને બધી માહિતીઓ મેળવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, માત્ર ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ લોકોએ આવું કર્યું છે. આધારકાર્ડનો ડેટા સુરક્ષિત છે.

આર. એસ. શર્માએ તેમના શનિવારના ટ્વીટમાં લખ્યું હતું કે, “આ રહ્યો મારો આધાર નંબર, હવે હું તમને પડકાર આપું છું કે મને એક મજબૂત ઉદાહરણ પૂરું પાડો કે તમે મને કઈ રીતે નુકસાન કરી શકો છો.”

તેમના આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થવા લાગી હતી અને જોતજોતામાં કેટલાક ટ્વિટર યુઝરે તેમને ચેતવણી પણ આપી હતી કે તેઓ આવું ન કરે.

કેટલાકે તેમની પાસે ખાતરી માગી હતી કે જો તેઓ ડેટા લીક કરીને બતાવશે પણ બાંયધરી આપવામાં આવે કે તેઓની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે.

અમદાવાદના એથિકલ હૅકર કનિષ્ક સાજનાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, એક ટ્વિટર યુઝર્સ દ્વારા પહેલાં તેમનો મોબાઇલ નંબર સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. આ નંબર બાદ મેં તેમનો અન્ય ખાનગી નંબર અને વિગતો મેળવી હતી. જેમાં તેમનાં સરનામાં, જન્મ તારીખ પણ સામેલ છે.

આ માહિતી મેં મારી આવડતથી મેળવી લીધી હતી. ત્યારબાદ આ માહિતી અને વિગતોનો ઉપયોગ કરીને તેમનો વોટિંગ કાર્ડ નંબર પણ મેળવી લીધો હતો. આ પછી તેની મદદથી પાનકાર્ડ નંબર મળી ગયો હતો અને સાથે સાથે તેમનો ઍર ઇન્ડિયાનો ફ્રિક્વન્ટ ફ્લાયર નંબર પણ મેળવી લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમના બે ઈ-મેઇલ આઈડી લીક થઈ જતાં તેનો પણ ઉપયોગ આ વિગતો મેળવવા માટે કરવામાં આવ્યો હતો. ખરેખર સરકારી વેબસાઇટ્સોમાં ઘણા બગ્સ(કોડિંગ/પ્રોગ્રામિંગમાં) હોવાથી તમને આ બધી વિગતો સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત જન્મ તારીખ, ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબરની મદદથી તેમના ડેટા કાઢવાનું કામ ઘણું સરળ બની જાય છે.

શક્ય છે કે ઘણી અન્ય વિગતો પણ હૅક થઈ હોય પરંતુ કોઈએ આગળ આવીને તે અંગેની હજુ સુધી કોઈ જાહેર કરવામાં આવી નથી પરંતુ પાછળથી પણ કરવામાં આવી શકે છે.