Not Set/ અમદાવાદ/ 4 મહિના બાદ જમાલપુર APMC શાક માર્કેટમાં શરૂ થશે ધમધમાટ

અમદાવાદની જમાલપુર એપીએમસી ફરીવાર શરૂ થશે. શહેરની મધ્યમાં આવેલી જમાલપુર APMC શાક માર્કેટ શરતોને આધિન શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)એ મંજુરી આપી દીધી છે. એપીએમસી માર્કેટનાં 157 વેપારીઓ અલગ-અલગ દિવસે વેપાર કરશે. આપને જણાવી દઇએ કે, આ એપીએમસીમાં એપ્રિલમાં કોરોનાનું સંક્રમણ વધી જવાના કારણે તેને બંધ કરવાની જરૂર પડી હતી. ત્યારે ખાસ તાજેતરની […]

Ahmedabad Gujarat
ef34c6cc965ab057c211e6b628541076 અમદાવાદ/ 4 મહિના બાદ જમાલપુર APMC શાક માર્કેટમાં શરૂ થશે ધમધમાટ
ef34c6cc965ab057c211e6b628541076 અમદાવાદ/ 4 મહિના બાદ જમાલપુર APMC શાક માર્કેટમાં શરૂ થશે ધમધમાટઅમદાવાદની જમાલપુર એપીએમસી ફરીવાર શરૂ થશે. શહેરની મધ્યમાં આવેલી જમાલપુર APMC શાક માર્કેટ શરતોને આધિન શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)એ મંજુરી આપી દીધી છે. એપીએમસી માર્કેટનાં 157 વેપારીઓ અલગ-અલગ દિવસે વેપાર કરશે.

આપને જણાવી દઇએ કે, આ એપીએમસીમાં એપ્રિલમાં કોરોનાનું સંક્રમણ વધી જવાના કારણે તેને બંધ કરવાની જરૂર પડી હતી. ત્યારે ખાસ તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અને તેમા પણ  એપીએમસીની રજૂઆતને જોતા કોર્પોરેશને શરતોનું પાલન કરવાની શરતોએ મંજૂરી આપી છે.

આ પણ વાંચો – પૌત્રને લાગી PUBG ની એવી લત, દાદાનાં પેંશન ખાતામાંથી ઉડાવ્યા 2.34 લાખ

આપને જણાવી દઇએ કે, અહી એપીએમસી માર્કેટનાં 157 વેપારીઓ અલગ-અલગ દિવસે વેપારી કરશે. જ્યા પ્રથમ દિવસે 53 અને બીજા દિવસે 53 વેપારીઓ દુકાન ખોલશે અને ત્રીજા દિવસે 51 વેપારી વેપાર કરી શકશે. બપોરનાં એકથી પાંચ અને રાત્રીનાં આઠથી સવારનાં આઠ સુધી ખરીદ-વેચાણ કરી શકાશે. પરંતુ એપીએમસીમાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સહિત માસ્ક પહેરવુ ફરજીયાત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.