Not Set/ મેઘાલય : સીએમ બોલ્યા, કોલસાની ખાણમાં ફસાયેલા ૧૩ મજૂરને બચાવવા મુશ્કેલ

મેઘાલયમાં છેલ્લા ઘણા દિવસોથી કોલસાની ખાણમાં ફસાયેલા ૧૩ મજૂર લોકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ કોલસાની ખાણમાં ગેરકાયદેસર રૂપે ખનન ચાલી રહ્યું હતું Meghalaya: Op is underway to rescue the 13 miners who've been trapped in a mine at Ksan near Lyteiñ River under Saipung police station in East […]

Top Stories India Trending
meghalaya mine incident મેઘાલય : સીએમ બોલ્યા, કોલસાની ખાણમાં ફસાયેલા ૧૩ મજૂરને બચાવવા મુશ્કેલ

મેઘાલયમાં છેલ્લા ઘણા દિવસોથી કોલસાની ખાણમાં ફસાયેલા ૧૩ મજૂર લોકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે આ કોલસાની ખાણમાં ગેરકાયદેસર રૂપે ખનન ચાલી રહ્યું હતું

આ મામલે મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી કોનરાડ સાંગમાંએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ખુબ જ મુશ્કેલ અને જટિલ સ્થિતિ છે. એનડીઆરએફની ટીમ તે લોકોને બચાવવા માટે કામ કરી રહી છે પરંતુ તે ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

Image result for meghaly trapped worker in coal mine

વધુમાં ઉમેર્યું હતું કે પાણીનું પ્રેશર ઘણું વધારે છે જેને લીધે ગમે તેટલા પંપ લગાવી દઈએ તેમ છતાં પાણીનું સ્તર ઓછુ કરવું ઘણું મુશ્કેલ છે. અમે ઘણા પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સ્તર ઘણું વધારે છે. જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે મેં કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જું પાસે મદદ માંગી હતી.

તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે લુમથરી વિસ્તારમાં ત્રણ સ્થાનિક નિવાસીઓ સહિત ૧૩ મજૂર કોલસાની ખાણમાં ફસાઈ ગયા હતા.

એવું લાગી રહ્યું છે કે અહી ત્રણ-ચાર દિવસ પહેલા જ ખનન ક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી. ગુરુવારે ફંસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ સફળતા મળી નહતી.

શુક્રવારે સવારે એનડીઆરએફની ટીમ ૬૦ મેમ્બર સાથે ઘટના સ્થળે પહોચી ગઈ હતી.

આ ખાણ ૩૭૦ ફૂટ ઊંડી છે જેમાં ૭૦ ફૂટ પાણીનું સ્તર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખાણમાંથી ૫ લોકો બહાર આવી ગયા હતા પણ હાલ તેમનો કોઈ પત્તો નથી.

અસુરક્ષિત ખનન પ્રક્રિયાને લઈ અગાઉ પણ ૨૦૧૨માં ૧૫ સગીરો કોલસાની ખાણમાં ફસાયા હતા. જેમના શબ પણ મળ્યાન હતા.