Cricket/ મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક

ભારતીય ક્રિકેટના ખાં ભૂપપૂર્વ કેપ્ટન અને ઓલ રાઉન્ડર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. કપિલદેવને હાર્ટએટેક આવતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા છે,

Top Stories Sports
rupal 7 મહાન ભારતીય ક્રિકેટર કપિલદેવને આવ્યો હાર્ટએટેક

ભારતીય ક્રિકેટના ખાં ભૂપપૂર્વ કેપ્ટન અને ઓલ રાઉન્ડર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. કપિલદેવને હાર્ટએટેક આવતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમના પર એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સના ટ્વિટર હેન્ડલ પર રજૂ થયેલી વિગતો મુજબ કપિલદેવની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ahmedabad: પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં આઠમના દિવસે યોજાશે હવન…

gujarat: ચોરવિરા ગામના શહીદ યુવાનને રેલી યોજી આપી શ્રદ્ધાંજલિ યુવાન શહીદ…

નોધનીય છે કે, કપિલ દેવની કેપ્ટનશીપમાં ભારતે 1983માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવની ગણના દુનિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે. તેમને અંતિમ ઈન્ટરનેશનલ મેચ 1994માં રમી હતી. કપિલ દેવે પોતાના ઈન્ટરનેશનલ કેરિયરમાં 131 ટેસ્ટ અને 225 વન ડે મેચ રમી હતી. તેમનું નામે ટેસ્ટમાં 5248 રન 434 વિકેટ છે. વન ડે ઈન્ટરનેશનલ કેરિયરમાં તેઓએ 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ પણ ઝડપી છે. તેઓએ પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડીઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.

World / વિશ્વમાં દર છઠ્ઠું બાળક ગરીબ, કોરોના રોગચાળા થી આ સંખ્યા હજુ વધી શકે છે…..

ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ ઉપર બોલિવૂડમાં એક પિક્ચર પણ બની રહ્યું છે. જેમાં પ્રખ્યા એક્ટર રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. 1983ના વર્લ્ડ કપને ઈને ડાયરેક્ટર કબીર ખાન ’83’ ફિલ્મ બનાવી રહ્યા છે.