Bodeli/ રેલ્વે ફાટક પાસે અજાણ્યા ઇસમનો મળ્યો મૃતદેહ 

બોડેલી રેલ્વે ફાટક પાસે અજાણ્યા ઇસમની લાશ મળી  આવી  છે. રેલવે પોલીસે અજાણ્યા ઇસમની મળેલ લાશની તપાસ હાથ ધરી છે.

Gujarat Others
rupal 8 રેલ્વે ફાટક પાસે અજાણ્યા ઇસમનો મળ્યો મૃતદેહ 

@ સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, બોડેલી 

બોડેલી રેલ્વે ફાટક પાસે અજાણ્યા ઇસમની લાશ મળી  આવી  છે. રેલવે પોલીસે અજાણ્યા ઇસમની મળેલ લાશની તપાસ હાથ ધરી છે.  બોડેલી રેલવે ફાટક પાસે છોટાઉદેપુર -વડોદરા હાઇવે પર રેલ્વે ફાટક પાસેના કેબીન ના ઓટલા પર એક અજાણ્યા ઈસમ આસરે 45 વર્ષ ની ઉમરના જાણતા ઇસમની લાશ મળી આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

બોડેલીના ફાટક પાસે અજાણ્યા ઇસમની બે દિવસ અગાઉ મૃત્યુ થયું હોવાનું જણાઈ આવે છે. જ્યારે અજાણ્યા ઇસમના મૃતદેહ ને જબૂગામ ના સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો તો રેલવે પોલીસે અજાણ્યા ઇસમની મળેલ લાશ  અહી કેવી રીતે આવી અને મરનાર આ ઈસમ કોણ છે તે દિશા તરફ તપાસ હાથ ધરી છે.