Not Set/ જામનગર: મોડી રાત્રે પોલીસકર્મી પર છરી વડે હુમલો

ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે. જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. લૂંટ કરવાના ઈરાદા સાથે આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં જણાઇ રહ્યું છે. ગત મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલ હવાઈ ચોક વિસ્તારમાંથી બાઈક લઇ ને પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્રણ […]

Gujarat Others
jam 1 જામનગર: મોડી રાત્રે પોલીસકર્મી પર છરી વડે હુમલો

ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે. જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. લૂંટ કરવાના ઈરાદા સાથે આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં જણાઇ રહ્યું છે.
ગત મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલ હવાઈ ચોક વિસ્તારમાંથી બાઈક લઇ ને પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમના ગાળામાં રહેલ ચેઈન ની લૂંટ ચલાવી ને ફરાર થઇ ગયા છે. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારી તરફથી હુમલાખોરોને ઝડપી પાડવા આદેશ આપવામાં આવ્યા છે. અને પોલીસે પણ તે દિશામાં પોતાના ચક્રો ગતિમાન કાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.