અંધશ્રદ્ધા/ વલસાડમાં અંધશ્રદ્ધાના નામે ગઠીયાએ કરી ઠગાઈ, દાદીને 100 વર્ષ જીવડાવવાની વિધિ કરી પડાવ્યા લાખો રૂપિયા

આજનો યુગએ ૨૧મી સદીનો યુગ કહેવામાં છે, જ્યાં રોજબરોજ ટેકનોલોજીના ક્ષેત્રમાં અનેક નવા નવા ઇનોવેશન થતા હોય છે, પરંતુ આપના દેશમાં આજે પણ અંધશ્રદ્ધાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે

Gujarat Others
A 321 વલસાડમાં અંધશ્રદ્ધાના નામે ગઠીયાએ કરી ઠગાઈ, દાદીને 100 વર્ષ જીવડાવવાની વિધિ કરી પડાવ્યા લાખો રૂપિયા

આજનો યુગએ ૨૧મી સદીનો યુગ કહેવામાં છે, જ્યાં રોજબરોજ ટેકનોલોજીના ક્ષેત્રમાં અનેક નવા નવા ઇનોવેશન થતા હોય છે, પરંતુ આપના દેશમાં આજે પણ અંધશ્રદ્ધાને વધારે પ્રાધાન્ય આપતા હોય છે અને આ બહાને ગઠીયાઓ લોકો સાથે છેતરપિંડી પણ કરતા હોય છે. આ જ દિશામાં ગુજરાત રાજ્યના વલસાડમાંથી લોકોની આંખ ઉઘાડતો અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવવા પડ્યા છે.

આ ઘટના વલસાડ જિલ્લાના પારડી નજીકના એક ગામની છે, જ્યાં એક 72 વર્ષના વિધવા દાદી એકલવાયુ જીવન જીવે છે, પરંતુ વૃદ્ધ મહિલાના આ એકલાપનાનો ફાયદો ગઠીયાએ ઉઠાવ્યો છે, જેમાં વૃદ્ધ મહિલાના ભોળપણનો ફાયદો ઉઠાવી ઠગ તાંત્રિકોએ 100 વર્ષ સુધી જીવવા સહિત ખેતીની આવક વધશે એમ કહીને છેતરપિંડી કરી હતી, જેમાં તાંત્રિક વિધિ કરાવવાના નામે નવસારીના બે તાંત્રિકે ઠગે વૃદ્ધા પાસેથી સાડા 6 તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 92 હજાર પડાવી લીધા હતા.

આ પણ વાંચો :ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા આ તારીખ થી લેવાશે 

મળતી માહિતી મુજબ, વલસાડમાં આમળી ગામે 72 વર્ષના નિર્મળા  પોતાના પતિના અવસાન થયા બાદ એકલવાયુ જીવન જીવે છે, ત્યારે આ સમયે અગાઉ તેમના ઘરે બે યુવકો જલારામ મંદિરના લાભાર્થે દાન લેવા માટે આવ્યા હતા એ સમયે નિર્મળાબેને યુવકોને દાન પેટે એક હજાર રૂપિયા આપતા યુવકોએ જણાવ્યું હતું કે, અમે તાંત્રિક વિધિ પણ કરીએ છીએ જો તમને કોઇ કનડગત હોય તો જણાવો જેથી કરીને તમારા ધરે આવીને વિધિ કરી જઇશું.

આ પણ વાંચો :ટુલકીટ મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ટ્વિટરને પત્ર લખી 11 મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા કરી માંગ

ત્યારબાદ આ ટોળકી અમુક દિવસ બાદ વૃદ્ધ મહિલાના ઘરે પાછી આવી હતી અને કહ્યું હતું કે, તમે સો વર્ષ સુધી જીવશો અને તમારી ખેતીમાં આવક પણ વધશે એ માટે વિધિ કરવાનું કહીને બંને ઠગોએ વિધિ શરૂ કરી દીધી હતી. વિધિ પુરી થયા બાદ ઠગ ઇસમો 6 તોલાના સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા 92 હજાર પડાવી લીધા હતા. આ મામલો પ્રકાશમાં આવતા પોલીસે બે તાંત્રિક સહિત ત્રણને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો, આગામી 2 વર્ષ સુધી નહીં રહે પાણીની તંગી

kalmukho str 21 વલસાડમાં અંધશ્રદ્ધાના નામે ગઠીયાએ કરી ઠગાઈ, દાદીને 100 વર્ષ જીવડાવવાની વિધિ કરી પડાવ્યા લાખો રૂપિયા