@રવિ ભાવસાર
અમદાવાદના નરોડા વિસ્તારમાં 15 દિવસ પહેલા થયેલી હત્યા કેસમાં અમદાવાદ ક્રાંઇમબ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે.આ કેસમાં ક્રાંઇમબ્રાંચે એક આરોપીને પકડી પાડ્યો છે.ક્રાંઇમબ્રાંચે હત્યારા અરવિંદી પુછપરછ કરતા ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી જાણવા મળી હતી.વાત જાણ એમ છે કે હત્યારા અરવિંદને ગુપ્તા ભાગે ઇજા થતાં તેના મિત્રો તેને શરીરસુખ નહી માળી શકે તેવા મેળા ટોળા મારતા હતા અને તેણે આ સમગ્ર પ્લાન ઘડી કાઢયો હતો.
ગત 19 જુલાઇના રોજ પોલીસને માહિતી મળી હતી કે, નરોડા પાસેના એક કોમર્શિયલ હોલમાં એક મહિલાની હત્યા થયેલી સ્થિતિમાં લાશ છે. તેના માથામાં બાથડ હથિયારથી માર માર્યો હોવાના ઘા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.આ બનાવને લઈને નરોડા પોલીસે જણાવ્યું હતું કે, હાલ અમે અલગ અલગ દીશામાં તપાસ કરી રહ્યાં છીએ. હાલમાં આસપાસના સીસીટીવી અને શંકાસ્પદ ગતિવીધી જાણવા માટે ખાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળતા અરવિંદ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી સ્વપ્નિલ આર્કેડ સામે ચાની કીટલી ધરાવે છે અને આ જ આર્કેડમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા તેના મામાના દીકરા શૈલેષ દંતાણી સાથે ત્યાં જ રહેતો.
ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીને થોડા સમય પહેલાં જનેન્દ્રિયના ભાગે ઇજા થયેલી હોવાથી તેના મિત્રો વારંવાર ટોણાં મારી કટાક્ષ કરતા હતા કે તે સ્ત્રી સુખ માણી શકે તેવો સક્ષમ નથી. જેથી આરોપીએ મનોમન નક્કી કર્યું હતું કે, કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખશે તો તે સાબિત કરી શકશે કે તે સક્ષમ છે. જ્યારે મૃતક મહિલા સ્વપ્નિલ આર્કેડમાં આવેલ 501 નંબરની ઓફિસમાં સફાઈ કામ માટે આવતી હોવાની જાણ તેને હતી.
જેથી તેણે 18મી જુલાઈએ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બિલ્ડિંગમાં વીજળી ન હોવાથી મૃતક મહિલા સીડી મારફતે પાંચમા માળે આવશે અને કોઈપણ બહાના હેઠળ તેને અંદર બોલાવી સંબંધ બાંધવા માટે માંગણી કરશે તેવી તૈયારી સાથે રાહ જોઈને બેઠો હતો.હાલ તો ક્રાઇમબ્રાન્ચે આઈઓપીની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ
આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!