મા ભોમની રક્ષા માટે ફરી એકવાર વધુ એક ગુજરાતી યુવાન શહીદ થયો છે. જમ્મુ કાશ્મીરમાં દેશની સેવામાં ગુજરાતના સાયલા પાસે આવેલા ચોરવિરા ગામનો યુવાન શહીદ બન્યો છે. શહીદ યુવાન રઘુભાઈ બાળવિયા ઇન્ડિયન આર્મીમાં પોતાની ફરજ અદા કરી રહ્યા હતા. અને દુશ્મન દેશ સાથેના ગોળીબારમાં તેમને ગોળી વાગતા શહીદ થયા છે.
Gujarat by-elections / કોંગ્રેસ એક પરિવારની જ છે પાર્ટી છે, સ્મૃતિ ઈરાનીનો રણકાર…
ગુજરાતના શહીદ જવાનના નશ્વરદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો. અને તેમના સન્માનમાં સુદમડાથી ચોરવિરા ગામ સુધી બાઈક રેલી કાઢવામાં આવી હતી. શહીદ થયેલા રઘુભાઇને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે, હજારો લોકો તેમના અંતિમ દર્શન માટે હાજર રહ્યા હતા.
ahmedabad / ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભર્યું બચકુ, પિતાએ નોંધાવી ફરિયાદ…
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગુજરાતનો આ વીર સપૂત જમ્મૂ કાશ્મીરમાં શહીદ થયો હતો. દુશ્મન દેશ સાથેના ગોળીબારમાં મા ભૌમની રક્ષા કાજે તેમને ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા. સાયલા નજીક આવેલ ચોરવિરા ગામે શહીદવીર રઘુભાઈ બાવળિયાના નશ્વરદેહને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના માનમાં બાઈકરેલી કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
