Viral video/ સલમાન ખાને કન્ટેસ્ટન્ટના ઘમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સને જોઇને કર્યું કંઇક આવું…

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેમની સ્ટાઇલની સાથે તેની ફિલ્મો માટે પણ જાણીતા છે. આ દિવસોમાં સલમાન ખાન ‘બિગ બોસ 14’ માં જોવા મળી રહ્યો છે, જ્યાં તેમની સ્ટાઇલ પણ ચાહકોને પસંદ આવી રહી છે.

Videos

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેમની સ્ટાઇલની સાથે તેની ફિલ્મો માટે પણ જાણીતા છે. આ દિવસોમાં સલમાન ખાન ‘બિગ બોસ 14’ માં જોવા મળી રહ્યો છે, જ્યાં તેમની સ્ટાઇલ પણ ચાહકોને પસંદ આવી રહી છે. સલમાન ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્ટેજ પર કન્ટેસ્ટન્ટના ધમાકેદાર ડાન્સ જોઈને પોતાને કંટ્રોલ કરી શકતા નથી અને પોતે પણ પોતાની જગ્યાએ ઉભા થઈને ડાન્સ કરવાનું શરૂ કરે છે. વીડિયોમાં સલમાન ખાનની સ્ટાઇલ ખરેખર જોવા જેવી છે.

https://www.instagram.com/p/CF_74mCBbML/?utm_source=ig_web_copy_link

સલમાન ખાનનો આ જૂનો વીડિયો ડાન્સ સ્વેગે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જે અત્યાર સુધીમાં 95 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સલમાન ખાનના ડાન્સ દિવાનાના સેટ પર, ડાન્સ કરી રહેલ કન્ટેસ્ટન્ટના જોઈને પોતે પણ ડાન્સ કરવા લાગે છે. વિડીયોમાં, ડાન્સ દીવાનાની કન્ટેસ્ટન્ટનો ડાન્સ ખરેખર જોવા યોગ્ય છે. આ સાથે જ સલમાન ખાન પણ જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી દિશા પાટની અને અભિનેતા રણદીપ હૂડા સલમાન ખાનની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ ફિલ્મમાં સલમાન ખાન પોલીસની ભૂમિકામાં જોવા મળશે. દબંગ 3 ની જેમ આ અભિનેતાની ફિલ્મનું નિર્દેશન પણ પ્રભુ દેવા કરશે. આ સિવાય સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ કભી ઈદ, કભી દિવાળીમાં જોવા મળશે. આ દિવસોમાં અભિનેતા બિગ બોસ 14 ને હોસ્ટ કરી રહ્યા છે.