મુંબઈ
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ “સ્ત્રી”નું પ્રથમ સોંગ “મિલેગી-મિલેગી”ને રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનો વીડીયો ખુબ જ ફની છે. આમાં પંકજ ત્રિપાઠી, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરનો ડાન્સ જોવા મળે છે. વીડીયોના અંતે એક દ્રશ્ય છે જેમાં પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવ સાડી પહેરીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ થિયેટર્સમાં 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.
આ સોંગના બોલ મિકા સિંહ અને સચિન જિગર દ્રારા લખવામાં આવ્યા છે અને આ ફિલ્મનું પ્રથમ ગીત છે જે રિલીઝ થયું છે. ગીત ટી-સિરીઝની સત્તાવાર YouTube ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ 2 મિનિટ 37 સેકન્ડના આ વીડીયોને YouTube પર રિલીઝના થોડા કલાકમાં 1 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યું છે.
જુઓ વીડીયો..
ગીતના વીડીયોને રાજસી માહોલ જેવા સેટમાં શૂટ કરવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠીને રાજાની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યો છે અને રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને તેમની મહેફિલમાં નાચવા-ગાવા વાલા તરીકે દર્શાવવામાં આવ્યા છે. જણાવીએ કે સ્ત્રી તેની પ્રથમ હોરર કોમેડી ફિલ્મ છે જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.
