Not Set/ દીપિકા અને રણબીરની આ એડ મચાવી રહી છે ધૂમ, તમે જોઈ કે નહીં?

મુંબઇ, દીપિકા અને રણબીર જ્યારે રિલેશનશીપમાં હતા ત્યારે પણ દર્શકોમાં એટલા લોકપ્રિય હતા. અને બ્રેકઅપ બાદ પણ તેમણે પોતાના સંબંધોની ગરિમા જાળવી રાખી છે એટલે જ તેઓએ સંબંધ તૂટ્યા બાદ યે જવાની હૈ દીવાની , તેમજ તમાશા જેવી ફિલ્મ સાથે  કરી હતી. જ્યારે પણ  આ લોકો પડદા પર આવે ત્યારે અચૂક લોકોના હોશ ઉડાવી દે […]

Entertainment Videos

મુંબઇ,

દીપિકા અને રણબીર જ્યારે રિલેશનશીપમાં હતા ત્યારે પણ દર્શકોમાં એટલા લોકપ્રિય હતા. અને બ્રેકઅપ બાદ પણ તેમણે પોતાના સંબંધોની ગરિમા જાળવી રાખી છે એટલે જ તેઓએ સંબંધ તૂટ્યા બાદ યે જવાની હૈ દીવાની , તેમજ તમાશા જેવી ફિલ્મ સાથે  કરી હતી.

જ્યારે પણ  આ લોકો પડદા પર આવે ત્યારે અચૂક લોકોના હોશ ઉડાવી દે છે. હવે ફરીથી દિપિકા અને રણબીર એક પેઇન્ટની એડમાં સાથે આવ્યા છે તે આ બંનેના ચાહકો માટે ટ્રીટ સમાન છે. અને આ એડને સો ક્યૂટ, ઓલ હાર્ટ જેવી કમેન્ટ મળી રહી છે.

https://www.instagram.com/p/Bup5_T6Afnf/?utm_source=ig_embed

https://www.instagram.com/p/Bup79AEAasd/?utm_source=ig_embed

દીપિકા અને રણબીરે બચના ઐ હસીનો ફિલ્મ સાથે કરી હતી ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો. તાજેતરમાં જ દીપિકાએ કરણ જૌહરના ચેટ શોમાં રણબીર વિશે જણાવ્યું હતું કે તેની અને રણબીર વચ્ચે કઈ ખટરાગ નથી.