Not Set/ તમિલ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા કોમેડિયન રામાનાથનનું થયું નિધન…

ચેન્નઈ તમિલ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા કોમેડિયન રોકેટ રામાનાથનનું નિધન થયું છે તેઓએ ચેન્નઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. 74 વર્ષના રોકેટ રામાનાથને મંસોરુ, કોઈલ યાનાઈ અને વાલર્થા કેડા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રામનાથનને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રથમ મિમિક્રી આર્ટિસ્ટ કહેવામાં આવે છે. તેઓ ઇન્ડસ્ટ્રીઝ જાણીતા સ્ટાર્સની મિમિક્રી માટે જાણીતા હતા. ડિરેક્ટર આર.સી.શક્તિના સંબધી રામાનાથને ફિલ્મ […]

Entertainment

ચેન્નઈ

તમિલ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા કોમેડિયન રોકેટ રામાનાથનનું નિધન થયું છે તેઓએ ચેન્નઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. 74 વર્ષના રોકેટ રામાનાથને મંસોરુ, કોઈલ યાનાઈ અને વાલર્થા કેડા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રામનાથનને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રથમ મિમિક્રી આર્ટિસ્ટ કહેવામાં આવે છે. તેઓ ઇન્ડસ્ટ્રીઝ જાણીતા સ્ટાર્સની મિમિક્રી માટે જાણીતા હતા. ડિરેક્ટર આર.સી.શક્તિના સંબધી રામાનાથને ફિલ્મ સ્પારિજ્મમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે મણાકાનુન ફિલ્મમાં કમલ હાસન અને વિજયકાંત જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.

Tamil Industries in comedian ramanathan के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે રામાનાથને તમિલનાડુ રાજ્ય સરકાર અને નાદીગર સંગમ(દક્ષિણ ભારતીય કલાકાર સંઘ)ના તરફથી ઘણા પુરસ્કાર પણ મળ્યા છે.

રામાનાથને 1970ના દાયકામાં તમિલનાડુના હિન્દી-વિરોધી આંદોલનમાં ભાગ લીધો અને તેના માટે તેઓને જેલમાં પણ જવું પડ્યું હતું. રામાનાથના પરિવારમાં પત્ની ભાનુમતિ અને બે બાળકો છે.