Entertainment News/ “અક્ષય કુમારની ફિલ્મ બોક્સઓફિસ પર છવાઇ! ‘વેલકમ ટુ ધ જંગલ’ ની સુનામીમાં બધી ફિલ્મો સાફ,5 જ દિવસમાં તૂટ્યા 8 મોટા રેકોર્ડસ.

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)  ફરી એકવાર કોમેડીના કિંગ સાબિત થયા છે.તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ’વેલકમ ટુ ધ જંગલ’ એ થિયેટરોમાં આવતાની સાથે જ બોક્સ ઓફિસને હચમચાવી મૂક્યું છે.ફિલ્મે માત્ર પાંચ જ દિવસમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. Akshay Kumar  સહિત 30 સ્ટાર્સની સેના અને અનલિમિટેડ કોમેડી  આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની […]

Entertainment

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)  ફરી એકવાર કોમેડીના કિંગ સાબિત થયા છે.તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ’વેલકમ ટુ ધ જંગલ’ એ થિયેટરોમાં આવતાની સાથે જ બોક્સ ઓફિસને હચમચાવી મૂક્યું છે.ફિલ્મે માત્ર પાંચ જ દિવસમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.

Akshay Kumar  સહિત 30 સ્ટાર્સની સેના અને અનલિમિટેડ કોમેડી 

આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટારકાસ્ટ છે. અક્ષય કુમારની સાથે સ્ક્રીન પર બોલીવુડના 30 થી વધુ દિગ્ગજ કલાકારો ધમાલ મચાવી રહ્યા છે.આટલી મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મનું કનેક્શન વાચકો અને દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું  છે.

પાંચમા દિવસે તૂટ્યા 8 મોટા રેકોર્ડસ

ફિલ્મે તેની રિલીઝના પાંચમા દિવસે અસાધારણ કમાણી કરીને હિન્દી સિનેમાના 8 મોટા રેકોર્ડસ પોતાના નામે કરી લીધા છે.વર્કિંગ ડે હોવા છતાં થિયેટરો હાઉસફુલ જોવા મળ્યા હતા,જે અક્ષય કુમારનો ક્રેઝ દર્શાવે છે.

બાકીની ફિલ્મો બોક્સ ઓફિસ પર પાણીમાં બેસી ગઇ!

‘વેલકમ ટુ ધ જંગલ ‘ ની આ આંધી એટલી પ્રચંડ હતી કે તેની સામે રિલીઝ થયેલી કે અગાઉથી ચાલી રહેલી અન્ય તમામ ફિલ્મોના કલેક્શન ધોવાઇ ગયા છે.દર્શકો માત્ર ને માત્ર આ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ જોવા માટે જ ક્રેઝી બન્યા છે.

શા માટે દર્શકોને પસંદ આવી રહી છે આ ફિલ્મ?

સોશિયલ મીડિયા પર મળી રહેલા પબ્લિક રિવ્યુ અનુસાર,ફિલ્મનું કન્સેપ્ટ,બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને કલાકારોની પરફેક્ટ કોમેડી ટાઇમિંગ દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી રહી છે.ફેમિલી ઓડિયન્સ માટે આ બેસ્ટ ઓપ્શન સાબિત થઇ છે.

શું આ ફિલ્મ બનશે અક્ષયની સૌથી મોટી હિટ ફિલ્મ?

જે રીતે ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ પર દોડી રહી છે,તે જોતાં ટ્રેડ એનાલિસ્ટ્સ માની રહ્યા છે કે આ અક્ષય કુમારના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઇ જશે.હજી તો આ શરૂઆત છે,આગળ કમાણીનો આંકડો ક્યાં પહોંચશે તેના પર સૌની નજર છે!


આ પણ વાંચો:સલમાન અને અક્ષય કુમાર મારા વિના કામ નથી કરી શકતા”, રાજપાલ યાદવે જેલથી લઈને કરિયર સુધીના કર્યા ખુલાસા

આ પણ વાંચો:અક્ષય કુમાર ‘મોસ્ટ વિઝિબલ સેલિબ્રિટી’ તરીકે સેલિબ્રિટી-સમર્થિત જાહેરાતો તરીકે ઉભરી આવ્યા, H1 2024 માં 10% નો વધારો

આ પણ વાંચો:અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મસ્તી જોઈ તમે હસતા હસતા થાકી જશો