World News: ભારત અને પાકિસ્તાનની 117 અગ્રણી હસ્તીઓએ બંને દેશોના વડાપ્રધાનોને પત્ર લખીને વાતચીત પુનઃસ્થાપિત કરવા, રાજદ્વારી સંબંધોને સામાન્ય બનાવવા, વિઝા સેવાઓ શરૂ કરવા અને શાંતિ તરફ નક્કર પગલાં લેવા અપીલ કરી છે.
ભારત અને પાકિસ્તાન (India and Pakistan)વચ્ચેના સંબંધ સુધારવા માગ
ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ના 117 અગ્રણી વ્યક્તિઓએ સંયુક્ત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખ્યો છે, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની માંગ કરવામાં આવી છે. આ પત્ર પર 61 ભારતીય અને 56 પાકિસ્તાની હસ્તાક્ષરકર્તાઓએ હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલનું નેતૃત્વ સેન્ટર ફોર પીસ એન્ડ પ્રોગ્રેસના પ્રમુખ ઓપી શાહે કર્યું હતું.
પત્રમાં બંને તરફથી રાજકારણ, સુરક્ષા, વિજ્ઞાન અને પત્રકારત્વ જગતના ખૂબ જ મોટા નામો જોડાયા છે
ભારત તરફથી, ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, મીરવાઇઝ ઉમર ફારુક, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર, રાજ્યસભા સાંસદ મનોજ ઝા, ભૂતપૂર્વ RAW ચીફ એએસ દુલત, અનેક શિક્ષણવિદો, પત્રકારો, વકીલો અને સામાજિક કાર્યકરોએ અપીલ પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાન તરફથી, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુર્શીદ મહમૂદ કસુરી, ભૂતપૂર્વ રાજદ્વારી અશરફ જહાંગીર કાઝી, વૈજ્ઞાનિક પરવેઝ હૂડભોય અને અનેક સામાજિક કાર્યકરોએ અપીલ પર હસ્તાક્ષર કર્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્વારી મડાગાંઠને તોડવા માટે બંને દેશોના નાગરિક સમાજે એક મોટો સંયુક્ત પ્રયાસ કર્યો છે. બંને દેશોની ૧૧૭ પ્રતિષ્ઠિત હસ્તીઓએ એક થઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને એક પત્ર લખ્યો છે, જેમાં દ્વિપક્ષીય સંબંધોને ફરી પાટા પર લાવવાની જોરદાર વકીલાત કરવામાં આવી છે.
શાંતિની આશા
આ પત્ર દ્વારા બંને દેશોના બુદ્ધિજીવીઓ, પત્રકારો, વકીલો અને સામાજિક કાર્યકરોએ એકસૂરે બંને સરકારોને અપીલ કરી છે કે સરહદ પર તણાવ ઓછો કરી જનતાના હિતમાં અને દક્ષિણ એશિયાની શાંતિ માટે સકારાત્મક પગલાં ભરવામાં આવે.
આ પણ વાંચો: #કરતારપુરકોરિડોર – ભારતમાં પાકિસ્તનનાં ઝંડા લહેરાયા, લોકોએ કહ્યું “We love Pakistan and PM Khan”
આ પણ વાંચો: Pakistan Day: પીએમ મોદીએ મોકલ્યો ઇમરાન ખાનને શુભેચ્છા પાઠવતો સંદેશ, કાર્યક્રમનો બહિષ્કાર
આ પણ વાંચો: ચીની દૂતાવાસ બાદ પખ્તુનખ્વામાં થયો આતંકી હુમલો, ૩૦થી વધુના મોત
