મુંબઈ
આજે એટલે કે, 29 જુલાઈના રોજ બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ છે. સંજય આ દિવસે તેમના 59માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તાજેતરમાં, તેમની ફિલ્મ ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર 3’ રિલીઝ કરવામાં આવી છે. તે પહેલાં, તેમની બાયોપિક ‘સંજુ’ પણ આવી. એકંદરે, આ વર્ષ તેમના માટે ખૂબ જ વિશિષ્ટ છે. તેથી આ વર્ષે, તેમણે પોતાના જન્મદિવસને એક સ્પેશિયલ રીતે ઉજવણી કરી રહ્યા છે જેના ફોટા તમને અહીં જોય શકો છો.

શનિવારે સંજય દત્તના ઘરે મોડી રાત સુધી બર્થ-ડે પાર્ટી કરવામાં આવી હતી. સંજય દત્તના ઘણા નજીકના મિત્રો આ પાર્ટીમાં જોડાયા હતા. તે પહેલાં, આપને જણાવીએ કે, સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત, જે ન્યૂ યોર્કમાં રહે છે, તેના પિતા સાથેનો એક ફાટો સોશિય મીડિયામાં શેર કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.
https://www.instagram.com/p/BlzGLrRAUV5/?taken-by=trishaladutt
જો કે, સંજય દત્ત તેના જન્મદિવસ પર ખૂબ જ ખુશ છે. તમે જોઈ શકો છો કે આ પ્રસંગે બધા ફેન્સે તેમને ઘેરી લીધા છે અને દરેકને તેમના પ્રિય સ્ટારને જન્મદિવસ શુભેચ્છા આપી હતી.

સંજય દત્તની પત્ની માન્યતા મહેમાનો સાથે જોવા મળી રહી છે. તો અભિનેતા ચંકી પાંડે તેની પત્ની સાથે આ જન્મદિવસ ઉજવણીનો એક ભાગ બન્યા. કાજોલની બહેન તનીસા મુખર્જી પણ જન્મદિવસની શુભેચ્છા આપવા સંજય દત્ત ઘરે આવ્યા હતા.





