Not Set/ બેટ દ્વારકાનાં દરિયામાં પેસેન્જર બોટ ડુબી, આવા સર્જાયા દ્રશ્યો

ગુજરાતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ દ્વારકાનાં બેટ દ્વારકામાં મોટી દુર્ધટના બની હોવાનું સામે આવી રહ્યું છે. બેટ દ્વારકાથી ઓખા વચ્ચે મુસાફરોનાં ફેરા કરતી એક બોટ દરિયામાં ડુબી ગઇ હોવાની ઘટના બની છે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રા ઘામ દ્વારકાનાં દર્શને જતા તમામ લોકો બેટ દ્વારકા ચોક્કસ જાય છે અને બેટ દ્વારકા જવા માટે હાલ એક માત્ર […]

Top Stories Videos
dwr બેટ દ્વારકાનાં દરિયામાં પેસેન્જર બોટ ડુબી, આવા સર્જાયા દ્રશ્યો

ગુજરાતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ દ્વારકાનાં બેટ દ્વારકામાં મોટી દુર્ધટના બની હોવાનું સામે આવી રહ્યું છે. બેટ દ્વારકાથી ઓખા વચ્ચે મુસાફરોનાં ફેરા કરતી એક બોટ દરિયામાં ડુબી ગઇ હોવાની ઘટના બની છે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રા ઘામ દ્વારકાનાં દર્શને જતા તમામ લોકો બેટ દ્વારકા ચોક્કસ જાય છે અને બેટ દ્વારકા જવા માટે હાલ એક માત્ર રસ્તો છે, તે છે ફેરી બોટ.

ફેરી બોટની દરિયામાં જળસમાધિ

dwr.PNG1 બેટ દ્વારકાનાં દરિયામાં પેસેન્જર બોટ ડુબી, આવા સર્જાયા દ્રશ્યો

સરકાર બાંધી રહી છે કેબલ બ્રિજ

જોકે, સરકાર દ્વારા હાલ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે કેબલ બ્રિજ બંધવામાં આવી રહ્યો છે. જેથી મુસાફરોને બેટ દ્વારકાની મુલાકાત લેવી સરળ થાય. પરંતુ બ્રિજ પૂર્ણ થાય ત્યા સુઘી તો ઓખાથી બોટમાં બેસીને જ બેટ દ્વારકા જવું ફરજીયાત છે. ત્યારે આજે આવી જ એક ફેરી બોટ ઓખા – બેટ વચ્ચેનાં દરિયામાં ડુબી ગઇ હતી. ડુબતી બોટનાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

જુઓ Live આ રીતે બેટ દ્વારકામાં બોટે લીધી જળસમાધી……….

જો મુસાફરો ભરેલા હોત તો ???

બોટ, ઓખા – બેટ વચ્ચે પરિવહનમાં હતી ત્યારે ત્યાં નવો જ નિર્માણાધિન કેબલ બ્રિજ, સિગ્નેચર બ્રિજ માટે દરિયામાં નિર્ણમાણ પામી રહેલા તેના પિલ્લર સાથે ટકરાઇ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. બોટ પાઇલીંગ દ્વારા દરિયામાં બનાવવા આવી રહેલા પિલ્લર સાથે ટકરાતા અચાનક જ પાણીમાં ડુબવા લાગી હતી.

dwr.PNG2 બેટ દ્વારકાનાં દરિયામાં પેસેન્જર બોટ ડુબી, આવા સર્જાયા દ્રશ્યો

જો કે ત્યા આજુબાજુમાં રહેલા બીજી બોટો અને મરીન રેસ્ક્યૂ ટીમ દ્વારા બોટ પર સવાર તમામ ખલાસીઓને બચાવી લેવામા આવ્યા હોવાથી કોઇ જાન હેની થઇ નથી. પરંતુ જે રીતે બોટ ડુબી તે જોતા ભવિષ્યમાં પણ આવી દુર્ઘટા ઘટી શકે છે તે ચોકકસ સામે આવ્યું હતું, આ તો બોટ પર કોઇ મુસાફરો ન હતા તે સદભાગ્ય જ કહેવાય, નહીંતર મોટી ખુવારી પણ થઇ હોત.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.