Not Set/ હવે વરસાદની ઝપટમાં વલસાડ !! 8 કલાકમાં 15 ઇંચ વરસાદ, દરિયો ગાંડોતૂર

વડોદરાનો વારો કાઢ્યા બાદ હવે વરસાદની ઝપટમાં વલસાડ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને મેઘાએ વલસાડમાં તોફાની ઇનીંગ ખેલી નાખી છે. વલસાડમાં છેલ્લી  8 કલાકમાં 15 ઇંચ વરસાદ નોંધવામા આવ્યો છે. ભારે વરસાદનાં પગલે નદી, નાળા, તળાવ ઓવરફ્લો થયા છે. વાપી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવામા આવી રહ્યુ છુ. તો પારડી તાલુકામા […]

Top Stories
rain3 હવે વરસાદની ઝપટમાં વલસાડ !! 8 કલાકમાં 15 ઇંચ વરસાદ, દરિયો ગાંડોતૂર

વડોદરાનો વારો કાઢ્યા બાદ હવે વરસાદની ઝપટમાં વલસાડ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને મેઘાએ વલસાડમાં તોફાની ઇનીંગ ખેલી નાખી છે. વલસાડમાં છેલ્લી  8 કલાકમાં 15 ઇંચ વરસાદ નોંધવામા આવ્યો છે. ભારે વરસાદનાં પગલે નદી, નાળા, તળાવ ઓવરફ્લો થયા છે. વાપી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવામા આવી રહ્યુ છુ. તો પારડી તાલુકામા 4 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે કપરાડા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

VLS હવે વરસાદની ઝપટમાં વલસાડ !! 8 કલાકમાં 15 ઇંચ વરસાદ, દરિયો ગાંડોતૂર

 

ભારે વરસાદ અને પવાનનાં કારણે વલસાડનાં તિથલનો દરિયો તોફાની બન્યો હોવાનું સામે આવ્યું છે. દરિયામાં 12 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયાનું પાણી ચોપાટીની ઉપર ફરી વળ્યું હતું. વરસાદનો આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ દરિયા કિનારે પહોંચી ગયા હતા. તો કેટલાક લોકો કિનારે ફોટો અને સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.

VLS1 હવે વરસાદની ઝપટમાં વલસાડ !! 8 કલાકમાં 15 ઇંચ વરસાદ, દરિયો ગાંડોતૂર

લોકો દ્વારા આવા ભયંકર દરિયામાં પણ નહાવાની મજા લૂંટવામા આવી રહી છે. અને તોફાની મોજાની થપાટમાં લોકો ફેકાઇ જતા અને પડતા નજરે પડ્યા છે. પરંતુ સ્વયંમ શિસ્તનાં અભાવમાં તંત્ર દ્વારા પણ સુરક્ષાનાં ભાગ રૂપે હાલમાં કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાનુંં પ્રતિત થાય છે. આપને જણાવી દઇએ કે પૂર્વે પણ  આ દરિયા કિનારે લોકો ભોગ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.