big boss ott2/ બિગ બોસ ઓટીટી 2ને સંસ્કારી બનાવવાનો દાવો કરનારા સલમાન ખાન પર ઉઠી રહ્યા છે સવાલો

બિગ બોસ ઓટીટી 2માં છેલ્લા દિવસોમાં એવું બન્યું કે જેની કદાચ સલમાન ખાને પણ અપેક્ષા નઈ કરી હોય. એક ટાસ્ક દરમ્યાન આકાંક્ષા પુરી અને ઝૈદ હદીદ વચ્ચે ફ્રેન્ચ કિસ કરાવવામાં આવી હતી. 30 સેકન્ડ સુધી ચાલેલા આ કિસિંગ સીનને જોઈને દર્શકો પણ ચોંકી ગયા છે અને પૂછે છે કે શું આ તે ફેમિલી શો છે જેનું ભાઈજાને વચન આપ્યું હતું.

Trending Entertainment
Zaid Akanksha kiss

બિગ બોસના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે બે સ્પર્ધકોએ આટલા બધા કેમેરાની સામે ફ્રેન્ચ કિસ કરી હોય. હવે સલમાન ખાન કે જેને દાવો કર્યો હતો કે આ એક ફેમિલી શો બનવા જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ કિસ જોઈને હંગામો મચી ગયો છે. લોકો પૂછે છે કે શું હવે આવું બધું કરીને શો ચલાવવાનો છે?

 ઝૈદ-આકાંક્ષાના કિસિંગ સીન પર હંગામો

બન્યું એવું કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીમ વચ્ચે ટાસ્ક ચાલી રહ્યું હતું, જે દરમિયાન ઝૈદ-આકાંક્ષાએ એકબીજાને કિસ કરવાની ડેર આપી. અવિનાશ સચદેવાએ આ જાહેરાત ત્યારે કરી જ્યારે ટીમો ચર્ચા કરી રહી હતી કે કિસ ક્યાં સુધી કરવી. પછી નક્કી કરવામાં આવ્યું કે તે 30 સેકન્ડ માટે હોવું જોઈએ. બંને હસતાં હસતાં એકબીજાને કિસ કરવા લાગ્યાં. પરિવારના બીજા બધા સભ્યો બૂમાબૂમ કરી રહ્યા હતા.

દર્શકો સલમાન ખાન પર ગુસ્સે થયા

કિસને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. જ્યારે કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી હતી, જ્યારે અન્ય લોકો થોડા નારાજ થયા હતા. “આકાંક્ષા અને  ઝૈદ 30 સેકન્ડ માટે લિપ કિસ કરશે . મને લાગે છે કે આ એકમાત્ર કાર્ય  ઝૈદ સારી રીતે કરી શકે છે. બંનેએ ઉત્સાહ સાથે કાર્ય પૂર્ણ કર્યું,” એક વ્યક્તિએ લખ્યું, આ વખતે વધુ અનફિલ્ટર અને અનસેન્સર,” બીજાએ ટ્વિટ કર્યું. આ ક્ષણ લાઈવ કેમેરામાં કેદ થયા પછી,  ઝૈદ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું.

ભાઈજાનને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો

આ ટાસ્ક પછી  ઝૈદ અવિનાશને કહે છે કે આકાંક્ષા ખરાબ કિસર છે. આ પછી બંને હસવા લાગે છે.  તમને જણાવી દઈએ કે ઝૈદ પ્રથમ દિવસથી જ આકાંક્ષાને પસંદ કરે છે. હવે તેમની સ્ટોરી કિસ પર આવીને અટકી છે. ચાહકો રાહ જોઈ રહ્યા છે કે સલમાન ખાન વિકેન્ડ કા વાર પર આવશે અને તે આ બંનેને શું સલાહ આપે છે. શોની શરૂઆતમાં તેણે દાવો કર્યો હતો કે આ એક ફેમિલી શો છે, હવે તેના દાવાઓ ની પોલ ખુલી રહી છે.

આ પણ વાંચો:નિધન/હિન્દી અને મરાઠી ફિલ્મના પીઢ અભિનેત્રી આશા નાડકર્ણીનું 80 વર્ષની વયે અવસાન

આ પણ વાંચો:Sanjay Mishra Giddh/સંજય મિશ્રાની ‘ગિદ્ધ’ને ઓસ્કારમાં મળી એન્ટ્રી ! એશિયા ઈન્ટરનેશનલ 2023એ ધમાલ મચાવી દીધી