BCCI Central contract/ હાર્દિક પંડ્યા પંડયા C ગ્રેડમાંથી સીધા A ગ્રેડમાં સામેલ, એક વર્ષમાં ડિમોટ બાદ પ્રમોટ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને BCCI દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો છે. તેમને cમાંથી સીધા A ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. પંડ્યાને આ વર્ષે ડિમોટ કરવામાં આવ્યા હતા

Top Stories Sports
8 4 6 હાર્દિક પંડ્યા પંડયા C ગ્રેડમાંથી સીધા A ગ્રેડમાં સામેલ, એક વર્ષમાં ડિમોટ બાદ પ્રમોટ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને BCCI દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો છે. તેમને cમાંથી સીધા A ગ્રેડમાં પ્રમોટ કરવામાં આવ્યા છે. પંડ્યાને આ વર્ષે ડિમોટ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેને 2023 માટે પ્રમોશન આપવામાં આવ્યું છે. પંડ્યાને ભારતની ટી-20 ટીમની કપ્તાની પણ સોંપવામાં આવી હતી. તેણે આ વર્ષે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના ગ્રેડમાં વધારો કર્યો છે. બીસીસીઆઈએ તેને સીથી એ ગ્રેડમાં સીધો જ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યો છે. પંડ્યાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2022માં ડિમોટ કરવામાં આવ્યા હતા. તેને સી ગ્રેડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ 2023ના કોન્ટ્રાક્ટમાં તેને ફરીથી A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિકને માત્ર એક વર્ષમાં ડિમોટથી પ્રમોશન આપવામાં આવ્યું છે. હાર્દિકની સાથે અન્ય ઘણા ખેલાડીઓને પ્રમોટ કરવામાં આવશે. જો કે, આ અંગે સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની આ શ્રેણી 1-0થી જીતી લીધી છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારતે બીજી મેચ 65 રને જીતી હતી અને ત્રીજી મેચ ટાઈ થઈ હતી. નેપિયરમાં રમાયેલી મેચમાં હાર્દિકે અણનમ 30 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.હાર્દિકે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા.