Not Set/ સંસદમાં સરકારનો સ્વીકારઃ પેટ્રોલ-ડીઝલથી ખુબ કમાણી થાય છે, GSTમાં લાવવા અંગે નાણાંમંત્રીનું મૌન

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર ટેક્સ નાંખીને સરકાર તગડી કમાણી કરી રહી છે એ વાત હવે લોકોથી અજાણી નથી. જો કે સરકાર વિવિધ કારણો રજુ કરીને હંમેશા પોતાનો કક્કો જ ખરો કરતી આવી છે. પરંતુ આજે લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું છે કે સરકારને પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીથી ખાસ્સી કમાણી થઇ રહી છે. દેશમાં 27 […]

Top Stories India
668424 સંસદમાં સરકારનો સ્વીકારઃ પેટ્રોલ-ડીઝલથી ખુબ કમાણી થાય છે, GSTમાં લાવવા અંગે નાણાંમંત્રીનું મૌન

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર ટેક્સ નાંખીને સરકાર તગડી કમાણી કરી રહી છે એ વાત હવે લોકોથી અજાણી નથી. જો કે સરકાર વિવિધ કારણો રજુ કરીને હંમેશા પોતાનો કક્કો જ ખરો કરતી આવી છે. પરંતુ આજે લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સ્વીકાર્યું છે કે સરકારને પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યુટીથી ખાસ્સી કમાણી થઇ રહી છે.

દેશમાં 27 ફેબ્રુઆરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી. પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઇને કદાચ આ કિંમતો વધી નથી એ રાહતની વાત છે પરંતુ સરકારે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું કે 6 મે 2020 પછી પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી, સેસ અને સરચાર્જથી ક્રમશઃ 33 રુપિયા અને 32 રુપિયા પ્રતિ લીટરની કમાણી થઇ રહી છે. જ્યારે માર્ચ 2020થી 5 મે 2020 સુધી આ આવક ક્રમશઃ 23 રુપિયા અને 19 રુપિયા પ્રતિ લીટર હતી.

સરકારે લોકસભામાં કહ્યું કે 1 જાન્યુઆરીથી 13 માર્ચ 2020 દરમિયાન સરકારની પેટ્રોલ અને ડીઝલથી પ્રતિ લીટર 20 અને 16 રુપિયાની કમાણી થઇ રહી હતી. આજ રીતે જો 31 ડિસેમ્બર 2020 સાથે તુલના કરવામાં આવે તો સરકારની પેટ્રોલથી કમાણી 13 રુપિયા અને ડીઝલથી કમાણી 16 રુપિયા પ્રતિ લીટર વધી છે.