Not Set/ ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતો માટે શું કહ્યું જાણો…

વરુણ ગાંધીના આ ટ્વીટને બીજેપીના અન્ય સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ રીટ્વીટ કર્યું છે. વરુણનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે

Top Stories
વરૂણ

  ભાજપના સાસંદ વરૂણ ગાંધીએ ખેડૂતો અંગે નિવેદન આપ્યુ છે, જે ખુબ મહત્વનો છે ,ઉત્તરપ્રદેશ મુઝફ્ફરનગર જિલ્લાના જીઆઈસી મેદાનમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલી કિસાન મહાપંચાયત વચ્ચે વિરોધ કરી રહેલા ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીનું સમર્થન મળ્યું છે. ભલે કેન્દ્ર સરકાર અને પક્ષ કૃષિ કાયદા પરત કરવાનો ઈનકાર કરી રહ્યા છે, પરંતુ ભાજપના સાંસદ વરુણ ગાંધી આજે ખેડૂતોની તરફેણમાં અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા. કિસાન મહાપંચાયત દરમિયાન ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ખેડૂતોની પીડા સમજવાની અપીલ કરી છે અને કહ્યું છે કે તેઓ આપણા પોતાના જ લોહી છે અને અમારે તેમની પીડા સમજવી પડશે.

પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું કે, “મુઝફ્ફરનગરમાં આજે લાખો ખેડૂતો વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. તેઓ આપણું લોહી છે. આપણે તેમની સાથે ફરીથી આદરપૂર્વક જોડાવાની જરૂર છે. તેમની પીડાને સમજો, તેમનો દૃષ્ટિકોણ જુઓ અને જમીન પર પહોંચવા માટે તેમની સાથે કામ કરો. આ સાથે વરુણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે, જે કિસાન મહાપંચાયતનો હોવાનું જણાય છે.

વરુણ ગાંધીના આ ટ્વીટને બીજેપીના અન્ય સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ રીટ્વીટ કર્યું છે. વરુણનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી કૃષિ કાયદાઓને મજબૂત સમર્થન આપી રહી છે. જ્યારે ભાજપ અને મોદી સરકાર કૃષિ કાયદાઓનો બચાવ કરી રહી છે, ત્યારે ખેડૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને કાળો કાયદો કહીને તેની પરત કરવાની માંગ પર ઉભા છે. વરુણ ગાંધીના ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનું વલણ માત્ર ખેડૂતોના હિતમાં છે.

મુઝફ્ફરનગરમાં આયોજિત કિસાન પંચાયતમાં દેશભરમાંથી સેંકડો ખેડૂતો તેમાં ભાગ લેવા પહોંચ્યા છે. મહિલાઓએ પણ આમાં સક્રિયપણે ભાગ લીધો છે. મહાપંચાયતને ધ્યાનમાં રાખીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ પોલીસ દળો તૈનાત છે. સંયુકત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતો કૃષિ કાયદા સામે અવાજ ઉઠાવવા માટે અહીં ભેગા થયા છે. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મંચ પરથી જ  આહવાન ભરી અને કહ્યું છે કે જ્યાં સુધી કાયદાઓ પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂતો પણ ઘરે પરત ફરશે નહીં.

કોરોના બાદ નવો ખતરો / કેરળમાં નિપાહ વાયરસનો મળ્યો શંકાસ્પદ દર્દી, હોસ્પિટલમાં કરાયો દાખલ