Not Set/ કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ 42 મોત,DCP મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

રાજકોટના સામાન્ય થી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈ ના મિત્રવર્તુળ અને પરિવારજનો પર કોરોનાનો ક્રૂર પંજો ફરી વળ્યો છે. રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતિત રાજકોટ પોલીસના તાપમાન કોરોના બ્લાસ્ટ થયો હોવાનું જાણવા

Top Stories Gujarat Rajkot
dcp jadeja કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ 42 મોત,DCP મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

રાજકોટના સામાન્ય થી લઈ અને સેલિબ્રિટી સૌ કોઈના મિત્રવર્તુળ અને પરિવારજનો પર કોરોનાનો ક્રૂર પંજો ફરી વળ્યો છે. રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતિત રાજકોટ પોલીસના તાપમાન કોરોના બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટના ડી.સી.પી મનોહરસિંહ જાડેજા બીજીવાર કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ડી.સી.પી મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તમામની તબિયત સ્થિર હોવાનું અને તમામ હોમ આઇસોલેટ હોવાનું જાણવા મળ્યું છે,રાજકોટમાં કોરોના દિનપ્રતિદિન ક્રૂર બનતો જાય છે, સરકારી ચોપડે ફરી એક વખત મૃત્યુઆંક 40 ને પાર નોંધવામાં આવ્યો છેરાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધતો જાય છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. 24 કલાકમાં રાજકોટમાં વધુ 42 દર્દીના મોત નીપજ્યા છે. બે દિવસમાં 87 દર્દીના રેકોર્ડબ્રેક મોત થયા છે. મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટમાં કોરોના કેસમાં વધારો, કલેક્ટર દ્વારા કરાયો આદેશ, 30 એપ્રિલ સુધી તમામ જન સેવા કેન્દ્ર બંધ કરવા આદેશ, પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા આદેશ;રાજકોટમાં વધુ ચાર સ્મશાનમાં અંતિમવિધિની મંજૂરી અપાઇ
રાજકોટ શહેરમાં કોરોનાથી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેથી સ્મશાનમાં પણ મૃતદેહને વેઇટિંગમાં રાખવા પડે છે. જેના પગલે વધુ ચાર સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓની અંતિમવિધિ કરવાની તૈયારી કરી છે. કણકોટ, વાવડી, કોઠારિયા અને ઘંટેશ્વરના સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓના અંતિમસંસ્કાર થશે. મનપાએ રૂખડિયાપરા, નવાગામ, પોપટપરાના સ્મશાનમાં કોવિડના મૃતદેહને અંતિમસંસ્કારની મંજૂરી આપી હતી.

hotspot 3 કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ 42 મોત,DCP મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

રાજકારણ / ભાજપ MLA ને જયરાજસિંહે લખ્યો ખુલ્લો પત્ર, ઇન્જેક્શનની ખરીદી જેવા અલગ-અલગ મુદ્દે માંગ્યો ખુલાસો

કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવાની જરૂર છે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.રાજકોટમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં સંખ્યા જેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 22636 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2749 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે 184 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેરની તમામ હોસ્પિટલો ફૂલ થતા હવે કોમ્યુનિટી હોલમાં 200 બેડવી સુવિધા ઉભી કરાઇ છે.રાજકોટ મહાનગરપાલિકાએ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે 200 કોવિડ દર્દીઓને રાખી સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે, પરંતુ અહીં દર્દીઓની સારવાર કરવા માટે સ્ટાફ મળતો નથી. જેના પગલે મનપા આઇએમએના ડોક્ટર અથવા ખાનગી ડોક્ટર્સની મદદ લેવાનું વિચારી રહ્યું છે.

sachin vaze 1 કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ 42 મોત,DCP મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

મહાકુંભ -2021 / કોરોનાના નિયમો નેવે મૂકી હરકી પૈડી પર ઉમટી ભીડ, પોલીસે જણાવી અસમર્થતા

ખાનગી ડોક્ટર્સ રાહતદરે સારવાર કરશે.રાજકોટ શહેરમાં કોરોનાથી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેથી સ્મશાનમાં પણ મૃતદેહને વેઇટિંગમાં રાખવા પડે છે. જેના પગલે વધુ ચાર સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓની અંતિમવિધિ કરવાની તૈયારી કરી છે. કણકોટ, વાવડી, કોઠારિયા અને ઘંટેશ્વરના સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા વ્યક્તિઓના અંતિમસંસ્કાર થશે. મનપાએ રૂખડિયાપરા, નવાગામ, પોપટપરાના સ્મશાનમાં કોવિડના મૃતદેહને અંતિમસંસ્કારની મંજૂરી આપી હતી.

sachin vaze 14 કોરોનાના ક્રૂર પંજાની ઝપેટમાં રાજકોટ, આજે વધુ 42 મોત,DCP મનોહરસિંહજી જાડેજા સહિત 68 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…