મેઘરાજા/ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

મેઘરાજાનું એક નાટકીય સ્વરૂપ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોવા મળી રહ્યુ છે. રાજ્યનાં ઘણા વિસ્તારો એવા છે કે, જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે

Top Stories Gujarat Others
234 8 રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે
  • રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
  • દ.ગુજરાતના અનેક ભાગોમાં પડશે ભારે વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં આગામી એક સપ્તાહ રહેશે વરસાદી માહોલ
  • બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમથી વરસાદની આગાહી
  • આગામી 5 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

મેઘરાજાનું એક નાટકીય સ્વરૂપ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોવા મળી રહ્યુ છે. રાજ્યનાં ઘણા વિસ્તારો એવા છે કે, જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યા મેઘરાજા આજે પણ સંતાકૂકડી રમી રહ્યા છે.

234 9 રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

સાવધાન! / કોરોના મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે : WHO પ્રમુખ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 204.94 મીમી એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણમ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉપરાંત ઉત્તર ગુજરામાં પણ ભારે વરસાદની આગાહી છે. વળી રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. મળી રહેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી મેઘરાજાની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે. એવા ઘણા વિસ્તારો છે કે જ્યા મેઘો તાંડવ પણ મચાવી શકે છે. જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે.

234 10 રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

નિવેદન / આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે 1930થી મુસ્લિમોની વસ્તી વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે

જણાવી દઇએ કે, હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે. ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 13 ટકા વરસાદ ઓછો વરસ્યો છે. ત્યારે રાજ્યનાં 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. વળી આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી બફારાથી કંટાળી ગયેલા અમદાવાદ અને ગાંધીનગરવાસીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. આ બે શહેરોમાં પણ વરસાદ પડશે. અંબાલાલ પટેલનાં કહેવા મુજબ આગામી 23 જૂલાઇએ લો પ્રેશર બનશે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા છે અને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચન કરાયા છે. ઉત્તર ગુજરાતમાં સમાન્ય હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેમાં મહેસાણા, મહીસાગર, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં હળવો વરસાદ રહેશે. મધ્ય ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે.