Not Set/ કોરોના મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે : WHO પ્રમુખ

ગેબ્રેયસિયસે 138 મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં સત્રમાં પોતાના મુખ્ય ભાષણમાં જણાવ્યું હતું કે, મહામારી અત્યાર સુધીમાં કાબૂમાં મેળવી શકાયે તેમ હતી

Top Stories World
234 5 કોરોના મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે : WHO પ્રમુખ

જાપાનમાં 2021 નાં ​​ઓલિમ્પિક માટે વિવિધ દેશોનાં ખેલાડીઓ એકત્ર થવા લાગ્યા છે. દરમ્યાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયસિયસે બુધવારે કહ્યું હતું કે, કોરોનાવાયરસ મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે.

234 6 કોરોના મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે : WHO પ્રમુખ

નિવેદન / આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે 1930થી મુસ્લિમોની વસ્તી વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે

ગેબ્રેયસિયસે 138 મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં સત્રમાં પોતાના મુખ્ય ભાષણમાં જણાવ્યું હતું કે, મહામારી અત્યાર સુધીમાં કાબૂમાં મેળવી શકાયે તેમ હતી, જો વેક્સિન જે મહામારીને પહોંચી વળવા માટે હતી, તેને વધુમાં વધુ સમાન રૂપે ફાળવવામાં આવી હોત. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે વેક્સિનનાં ઉત્પાદન અને વિતરણમાં વિકૃતિએ ગંભીર અસમાનતાઓનો પર્દાફાશ કર્યો છે. ગેબ્રેયસિયસે કહ્યું, મહામારી એક પરીક્ષા છે અને દુનિયા તેમાં નિષ્ફળ થઈ રહી છે. 40 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને મોત હજી પણ થઈ રહ્યાં છે. પહેલેથી જ આ વર્ષે, મૃત્યુની સંખ્યા ગત વર્ષનાં કુલ કરતા બમણાથી વધી ગઈ છે. તેમણે વેક્સિન, ટેસ્ટિંગ અને સારવાર શેર કરવામાં વૈશ્વિક નિષ્ફળતા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. અસમાનતાની વાત કરીએ તો, મહામારીનાં 19 મહિના પછી અને પ્રથમ વેક્સિન માન્ય થયાનાં સાત મહિના પછી પણ, ઉચ્ચ આવક ધરાવતા દેશોની તુલનામાં ઓછી આવક ધરાવતા દેશોમાં ફક્ત એક ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો હતો. અડધાથી વધુ લોકોએ તેની માત્રા મેળવી છે.

234 7 કોરોના મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે : WHO પ્રમુખ

પેગાસસ વિવાદ / સ્પાયવેરના એનએસઓએ કહ્યું દુરૂપયોગના કોઈપણ વિશ્વસનીય પુરાવાઓની તપાસ કરશે

માત્ર 10 દેશોમાં લગભગ 75 ટકા વેક્સિન આપવામાં આવી છે. કેટલાક ધનિક દેશો હવે તેમની વસ્તી માટે ત્રીજા બૂસ્ટર શોટ્સ વિશે વાત કરી રહ્યા છે, જ્યારે વિશ્વનાં બાકી વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ, વૃદ્ધ લોકો અને અન્ય સંવેદનશીલ ગ્રુપ માટે કોઈ વેક્સિન નથી. આ માત્ર નૈતિક આક્રોશ નથી, તે મહામારી વિજ્ઞાન અને આર્થિક રીતે આત્મ-પરાજિત પણ છે, એમ તેમણે જણાવ્યું હતું. ગેબ્રેયસિયસે કહ્યું, આ વિસંગતતા જેટલી લાંબી ચાલશે, મહામારી વધુ લાંબી ખેંચાશે અને તે સામાજિક અને આર્થિક ઉથલપાથલ તરફ દોરી જશે. તેમણે વધુમાં કહ્યું, ‘સફળતાની નિશાની એ છે કે જો કોઈ કેસ હોય તો, તેને શક્ય તેટલી વહેલી તકે ઓળખવામાં આવે, અલગ પાડવામાં આવે, સંપર્કોને ઓળખવામાં આવે છે અને સારવાર કરવામાં આવે તથા સંક્રમણ ફેલાવાનું જોખમને દૂર કરવામાં આવે. આયોજકોએ બુધવારે વધુ આઠ રમતો સાથે સંકળાયેલા સંક્રમણની જાહેરાત કરી, કુલ કેસની સંખ્યા 79 પર થઈ ગઈ છે. ગેબ્રેસિયસે ઉમેર્યું, ‘આ વર્ષે ઉજવણી ભલે ફીકી થઈ ગઈ હોય, પરંતુ આખી દુનિયામાં આશાનાં સંદેશા પહોંચાડવાનું વધુ મહત્ત્વનું છે.’