Not Set/ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 24,500 નવા કેસ

છેલ્લા  24 કલાકમાં કેરળમાં કોરોનાના નવા કેસો 24294 નોંધાયા છે

Top Stories
corona 2 દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 24,500 નવા કેસ

ભારતમાં કોરોનાની સ્થિતિ હાલમાં કંટ્રોલમાં છે, હવે દેશમાં કોરોના કેસોની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે .કોરોના બીજી લહેર તેની પરાકાષ્ઠા પર પહોંચી  છે હવે કોરોનાના નવા સંક્રમણના કેસો દેશમાં 24500 નોંધાયા છે.કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં આવતા સામાન્ય જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઇરહ્યું છે દેશમાં લોકડાઉન હવે અનલોક થઇ રહ્યુ છે જે સારી વાત છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરનાના નવા કેસો 24500 નોંધાયા છે અને હાલમાં કોરોનાના કેસોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ,દેશમાં સરકાર કોરનાના નિયમોને અમલી રાખ્યા છે અને તકેદારી પૂર્વક સાવધાની રાખવાનું  કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ત્રીજી લહેર આવે તેવી સંભાવના હોવાથી અગમચેતી પગલાં ભર્યા છે, અને વેક્સિનેશન પર ધ્યાન ફોકસ કર્યો છે. કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે , છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 37 હજાર નોંધાયા છે.

દેશમાં કેરળની સ્થિતિમાં પણ ધીમે ધીમે સુધાર જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે કોરોનાની ગાઇડલાઇન અમલ કરાવવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.જો કોઇ નિયમ સાથે બાંધછોડ કરશે તો તે ચલાવી લેવામાં આવશે નહી જેના લીધે હાલ કેરળમાં પરિસ્થિતિ કોરોનાની આંશિક રીતે સારી છે. છેલ્લા  24 કલાકમાં કેરળમાં કોરોનાના નવા કેસો 24294 નોંધાયા છે

દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3 લાખ 63 હજાથી વધુ થઇ છે ,કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે દેશમાં હજી પણ તહેવાર અને ભીડભાડ વાળા સ્થળ પર ટોળું થઇને ભેગા થવાની મનાઇ છે. સરકાર કોરોના માટે હવે સજાગ બની છે.