gujarat rain/ રાજકોટના પેલીકન ગ્રુપના માલિકની કાર ભારે વરસાદમાં તણાઈ

સોમવારે સવારે કાલાવાડ રોડથી છાપરા ફેક્ટરીએ જતી વેળાએ પેલીકન ગ્રુપના માલિકની કાર પાણીમાં તણાઈ જવા પામી છે.

Top Stories Rajkot
pelican breaking રાજકોટના પેલીકન ગ્રુપના માલિકની કાર ભારે વરસાદમાં તણાઈ

રાજકોટ, જામનગર પંથકમાં ભારે મેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઇ જવા પામ્યું છે. ભારે વરસાદના કારણે ઘણાં ગામ બેટમાં પણ ફેરવાઈ ગયા છે ત્યારે સોમવારે સવારે કાલાવાડ રોડથી છાપરા ફેક્ટરીએ જતી વેળાએ પેલીકન ગ્રુપના માલિકની કાર પાણીમાં તણાઈ જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આઈ-20 કારમાં પેલીકન ગ્રુપના માલિક કિશન શાહ તેમના મિત્રો શ્યામ સાધુ તથા સંજય બોરીયા સાથે ફેક્ટરી જઈ રહ્યા હતા. ભારે વરસાદ વરસતા તેમની કાર પાણીમાં તણાઈ જવા પામી હતી. બે વ્યક્તિ તણાઈ ગઈ હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે.  રાજકોટ રૂરલ પ્રાંત અધિકારીને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે ટીમ મોકલી બચાવ કાર્ય હાથ ધરાવ્યું છે. સંજય બોરિચા નામના વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે જયારે આઈ-20 કાર અને કિશન શાહનો કોઈ પત્તો મળી રહ્યો નથી.

કિશનભાઈ શાહ પ્રિન્ટીંગના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ કિશનપરામાં મોટો શોરૂમ પણ ધરાવે છે.