Shashi Tharoor/ જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો કોણ બનશે PM? કોંગ્રેસ નેતા શશિ થરૂરે કર્યો  ખુલાસો

થરૂરે કહ્યું કે આવતા વર્ષની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના કારણે  આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે અને  સાથે ‘ઇન્ડિયા’ (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) ગઠબંધનને કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) હરાવીને કેન્દ્રમાં સત્તા પર આવવાની સંભાવના છે.

Top Stories India
Who will become the PM if India coalition comes to power? Congress leader Shashi Tharoor explained

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશિ થરૂરે સોમવારે કહ્યું કે તેમને લાગે છે કે જો ‘ઇન્ડિયા’ ગઠબંધન2024ની લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવે છે, તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અથવા ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે.

થરૂરે કહ્યું કે આગામી વર્ષની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના કારણે આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે અને ‘ઇન્ડિયા’ (Indian National Developmental Inclusive Alliance) ગઠબંધન ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને હરાવી કેન્દ્રમાં સત્તા પર આવી રહ્યા એવી શક્યતા છે.

‘ખડગે દેશના પ્રથમ દલિત પીએમ બની શકે છે’

તિરુવનંતપુરમના ટેક્નોપાર્ક ખાતે યુએસ સ્થિત અને સિલિકોન વેલી D2C (ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર) માર્કેટપ્લેસ ‘વેડોટકોમ’ના વ્યાવસાયિકો સાથે વાતચીત કરતી વખતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે, ત્યારે માત્ર એક પક્ષ નહીં પણ ગઠબંધન હશે, તેથી તે પક્ષોના નેતાઓએ ભેગા થઈને એક વ્યક્તિની પસંદગી કરવી પડશે. પરંતુ મારું અનુમાન છે કે કાં તો કોંગ્રેસ પાર્ટીમાંથી ખડગે, જે ભારતના પ્રથમ દલિત વડાપ્રધાન બનશે અથવા તો રાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં હોઈ શકે છે.

‘ રાજસ્થાનમાં કોંગ્રેસ આવશે તો કેન્દ્રમાં પણ આવશે ‘

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે જયપુરમાં કહ્યું કે જો આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે તો પાર્ટી 2024માં કેન્દ્રમાં સત્તા પર આવશે. રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું, ‘વડાપ્રધાને કહ્યું કે અહીં એક લાલ ડાયરી મળી છે. તેમણે પૂછ્યું છે કે લાલ ડાયરીમાં શું લખ્યું છે, કયા કૌભાંડોનો ઉલ્લેખ છે? તો તમને જણાવી દઈએ કે તે લાલ ડાયરીમાં લખેલું છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ફરી સરકાર બનાવશે. તે ડાયરીમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસ ફરીથી રાજ્યમાં સત્તામાં આવશે.

આ પણ વાંચો:પ્રહાર/ગૃહમંત્રી અમિત શાહે મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર,બંગાળમાંથી ભ્રષ્ટાચાર અને અત્યાચાર ખતમ થાય….

આ પણ વાંચો:Canada/જસ્ટિન ટ્રુડોએ નવરાત્રીની શુભેચ્છા પાઠવતા ખાલિસ્તાનીઓએ હિન્દુઓને ધમકાયા

આ પણ વાંચો:Flood/સિક્કિમમાં પીડિત પરિવારો માટે મુખ્યમંત્રીએ પુનર્વસન યોજનાની કરી જાહેરાત