Not Set/ કોરોનાથી થતા મોતના આંકડાઓને લઈને સરકારની ખોલી પોલ, શું રચાઈ રહી છે આંકડાઓની માયાજાળ?

ગુજરાતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને હાલમાં રાજ્યમાં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, જ્યાં ગુજરાતમાં હવે દર્દીઓ માટે બેડ નથી,

Top Stories Ahmedabad Gujarat
A 213 કોરોનાથી થતા મોતના આંકડાઓને લઈને સરકારની ખોલી પોલ, શું રચાઈ રહી છે આંકડાઓની માયાજાળ?

ગુજરાતમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે અને હાલમાં રાજ્યમાં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, જ્યાં ગુજરાતમાં હવે દર્દીઓ માટે બેડ નથી, એમ્બ્યુલન્સ નથી કે ઈન્જેકશન નથી. આ તમામ કારણોએ રાજ્યમાં ચાર મોટા મહાનગરોથી લઈ અન્ય જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

જો કે સરકાર દ્વારા જે પ્રમાણે કોરોનાથી થતા મોતનો આંકડો બતાવવામાં આવી રહ્યો છે, તે જોતા જાણે સરકાર મોતના આંકડાઓ છુપાવી રહી છે એ સ્પષ્ટપને જણાઈ રહ્યું છે. કારણ કે રાજ્યમાં માર્ચ મહિનાથી શરૂઆતથી જે પ્રમાણે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેનાથી હાલના દિવસોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે.

આ પણ વાંચો :કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

હાલની સ્થિતિ ચકાસીએ તો, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા ચાર મહાનગરોમાં સ્થિતિ એ છે કે, કોરોના વાયરસના કારણે થતા મોતના કારણે સ્મશાનગૃહોમાં અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

noname 20 કોરોનાથી થતા મોતના આંકડાઓને લઈને સરકારની ખોલી પોલ, શું રચાઈ રહી છે આંકડાઓની માયાજાળ?

આ જ તબક્કમાં રાજ્યની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્થિતિ અત્યંત ખરાબ થઇ ગઈ છે. સિવિલ હોસ્પિટલની સ્થિતિ ચકાસીએ તો સામે આવે છે કે, સિવિલ હોસ્પિટલમાંથી માત્ર 6  જ કલાકમાં 50 થી વધુ લોકોની ડેડબોડી અંતિમસંસ્કાર માટે આપવામાં આવી હતી.

આ પણ વાંચો :મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે કોરોનાકાળમાં મોટી જાહેરાત : સવારે 11 વાગે સો.મીડિયાથી કરી શકે છે સંબોધન

આ સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં આ પ્રક્રિયા 24  કલાક ચાલુ રાખવામાં આવે છે, તો રાજ્યની અન્ય જિલ્લાઓમાં શું હાલત હશે. બીજી બાજુ સરકારી ચોપડે છેલ્લા 24 કલાકમાં માત્ર 70 થી વધુ લોકોના મોત બતાવવામાં આવ્યા છે.

noname 19 કોરોનાથી થતા મોતના આંકડાઓને લઈને સરકારની ખોલી પોલ, શું રચાઈ રહી છે આંકડાઓની માયાજાળ?

સરકારે જાહેર કરેલા આંકડા અને માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવેલા આંકડા જ બતાવે છે કે, રાજ્યમાં લોકોના થઇ રહેલા મોત અંગે સરકારની પોલ ખુલી પડી રહી છે અને સ્પષ્ટપણે બહાર આવે છે કે, સરકાર કઈ રીતે મોતના આંકડાઓની માયાજાળ રચી રહી છે.

આ પણ વાંચો :અમદાવાદના આ બે વિસ્તારોમાં લાગ્યા સ્વેચ્છિક લોકડાઉન