Dawood Ibrahim/ દાઉદ ઇબ્રાહિમ મૃત્યુની નજીક, થશે ડોન યુગનો અંત કે પછી પરિવારની વ્યક્તિ સંભાળશે પદ, જાણો તેના પરિવાર વિશે

ભારતનો મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ માફિયા ડોન ઉર્ફ દાઉદ ઇબ્રાહિમ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1993માં થયેલા આતંકવાદી હુમલાનો મુખ્ય આરોપી છે.

Top Stories World
YouTube Thumbnail 17 1 દાઉદ ઇબ્રાહિમ મૃત્યુની નજીક, થશે ડોન યુગનો અંત કે પછી પરિવારની વ્યક્તિ સંભાળશે પદ, જાણો તેના પરિવાર વિશે

આજે ટોક ઓફ ધ કન્ટ્રી બસ એક જ વાત ચર્ચાઈ રહી છે દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim ) મૃત્યુની નજીક છે. મીડિયામાં દાઉદને ઝેર આપ્યાના સમાચાર સામે આવ્યા બાદ અન્ડરવર્લ્ડનો બાદશાહ અંતિમ શ્વાસ લઈ રહ્યો હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. દાઉદ ઇબ્રાહિમ મુંબઈ હુમલાનો ગુનેગાર અને ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર અપાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતિ વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ એવું કહેવાય છે કે ડોન દાઉદ હવે બચશે નહિ. શું દાઉદના ગયા બાદ ડોન યુગનો અંત આવશે કે પછી તેના પરિવારની કોઈ વ્યક્તિ આ પદ સંભાળશે. આ વિશે અન્ડરવર્લ્ડ અને મીડિયા પણ જાણવા ઉત્સુક છે.

દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)નો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયો હતો. તેના પિતા ઈબ્રાહિમ કાસકર મુંબઈ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. દાઉદની માતા અમીના બી ગૃહિણી હતી. પિતા ઈબ્રાહીમ મરી ગયા છે. દાઉદના પરિવારમાં તેને સાબીર ઈબ્રાહીમ કાસકર, નૂરા ઈબ્રાહીમ કાસકર, મસ્તાકીન ઈબ્રાહીમ કાસકર, ઈકબાલ કાસકર, અનીસ ઈબ્રાહીમ, મોહમ્મદ હુમાયુ અને ઈબ્રાહીમ કાસકર 6 ભાઈઓ ઉપરાંત ફરઝાના તુંગેકર, હસીના પારકર (બંને મૃતક), મુમતાઝ શેખ સહિત સઈદા પારકર એમ 4 બહેનો પણ છે.

દાઉદ ઇબ્રાહિમે બે વખત લગ્ન કર્યા

દાઉદ (Dawood Ibrahim) બે વખત લગ્ન કર્યા છે. પ્રથમ લગ્ન મહજબીન સાથે થયા હતા. આ લગ્નથી દાઉદને ત્રણ સંતાનો છે જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. દાઉદની મોટી પુત્રી માહરૂખના લગ્ન 2006માં પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા હતા. દાઉદની બીજી પુત્રી મેહરીનના લગ્ન 2010માં અમેરિકન બિઝનેસમેનના પુત્ર અયુબ સાથે થયા હતા. દાઉદના પુત્રનું નામ મોઈન નવાઝ છે. મોઈનના લગ્ન પાકિસ્તાનના કરાચીમાં લંડનના બિઝનેસમેનની પુત્રી સાનિયા સાથે થયા છે. દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. પરંતુ તેના વિશે વધુ માહિતી નથી.

Capture દાઉદ ઇબ્રાહિમ મૃત્યુની નજીક, થશે ડોન યુગનો અંત કે પછી પરિવારની વ્યક્તિ સંભાળશે પદ, જાણો તેના પરિવાર વિશે

દાઉદના ભાઈઓ

સાબીર ઈબ્રાહિમ કાસકર 1983-84માં મુંબઈમાં ગેંગ વોરમાં માર્યો ગયો હતો. સાબીરના પરિવારમાં તેની પત્ની શહેનાઝ છે. તેને બે બાળકો સિરાજ અને શેહઝાયા છે. સિરાજનું કોરોના દરમિયાન પાકિસ્તાનમાં મૃત્યુ થયું હતું જ્યારે તેની બહેન શેહઝાયા અને તેનો પતિ મોઝ્ઝમ ખાન એસ્ટેટ એજન્ટ છે.

નૂરા ઈબ્રાહિમ કાસકર પણ પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો છે. તેની પહેલી પત્ની શફીકાનું પણ અવસાન થયું છે. નૂરાએ રેશ્મા નામની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. નૂરા અને શફીકાને એક પુત્રી સબા છે.

ઇકબાલ કાસકર થાણે જેલમાં બંધ છે. તેમની પત્ની રિઝવાના તેમની પુત્રીઓ અયમાન અને હફીસા સાથે દુબઈમાં રહે છે. ઇકબર અને રિઝવાનાને વધુ બે બાળકો છે, પુત્ર રિઝવાન, જે હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આ સિવાય દીકરી ઝારા જે સ્પેનમાં રહે છે.

અનીસ ઈબ્રાહિમ તેની પત્ની તહસીન સાથે પાકિસ્તાનમાં રહે છે. તેને 5 બાળકો છે. ત્રણ દીકરીઓ અને બે દીકરા. દીકરીઓના નામ શમીમ, યાસ્મીન અને આના છે. જ્યારે પુત્રોના નામ ઈબ્રાહીમ અને મેહરાન (લંડનમાં રહે છે) છે. અનીસની પુત્રી શમીમ અને પુત્ર મેહરાન પાકિસ્તાનમાં રહે છે.

મસ્તકીન ઈબ્રાહિમ કાસકરની પત્નીનું નામ સીમા છે. તેમને બે દીકરીઓ છે. શેહર અને અમીના. શેહરના લગ્ન લખનઉમાં થયા હતા. જ્યારે અમીના દુબઈમાં કાયદાની પ્રેક્ટિસ કરે છે. મસ્તેકીનને બે પુત્રો ઓવૈસ અને હમઝા છે.

હુમાયુ ઈબ્રાહીમ કાસકરનું 4-5 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની શાહીન અને પુત્રીઓ મારિયા અને સમાયા છે. બંને દીકરીઓના લગ્ન થયા નથી અને કરાચીમાં રહે છે.

Capt 3 દાઉદ ઇબ્રાહિમ મૃત્યુની નજીક, થશે ડોન યુગનો અંત કે પછી પરિવારની વ્યક્તિ સંભાળશે પદ, જાણો તેના પરિવાર વિશે

દાઉદની બહેનો

દાઉદ (Dawood Ibrahim)ની ફરઝાના તુંગેકર, હસીના પારકર (બંને મૃતક), મુમતાઝ શેખ અને સઈદા હસન ચાર બહેનો છે. દાઉદ દુબઈ ભાગી ગયા બાદ હસીના પારકરે તેને અંહીનો બિઝનેસ સંભાળ્યો. તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. સઈદાના લગ્ન હસન મિયાં સાથે થયા હતા. તેમને ચાર બાળકો છે. નજમા, પિંકી, સાજીદ અને સમીર. હસીના પારકરના લગ્ન ઈબ્રાહિમ પારકર સાથે થયા હતા. આ બંનેના મોત થયા છે. જ્યારે બહેન ફરઝાના ના લગ્ન તુંગેકર સાથે થયા હતા. તેમને ચાર પુત્રો છે. જુનૈદ, મોહમ્મદ અલી, શાહિલા અને ઇરમ. મુમતાજના લગ્ન રહીમ ફકી સાથે થયા હતા. તેમના ત્રણ સંતાન છે. અનીક, સમી અને જેનાબ. રહીમ ફકી પણ એક વોન્ટેડ અપરાધી છે.

ભારતનો મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ માફિયા ડોન ઉર્ફ દાઉદ ઇબ્રાહિમ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1993માં થયેલા આતંકવાદી હુમલાનો મુખ્ય આરોપી છે. આ હુમલામાં 257 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભયાનક હુમલા બાદથી દાઉદ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનમાં જ દાઉદને ઝેર આપવામાં આવ્યું અને હાલમાં ગંભીર સ્થિતિને પગલે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ રહ્યા હોવાનું સૂત્રો જણાવે છે. પરિવારમાં હાલ કોઈ તેના પદનો દાવેદાર માનવામાં આવતો નથી. અંતતઃદાઉદના અંત સાથે અન્ડરવર્લ્ડનો અંત આવશે કે કેમ તે આગામી સમય કહેશે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :