Not Set/ જર્મની : દુનિયાની પ્રથમ ઇકો-ફ્રેન્ડલી હાઇડ્રોજન ટ્રેનનું થયું સફળ ટેસ્ટીંગ, જોરદાર છે ફીચર

જર્મનીએ હાલમાં જ પ્રદુષણરહિત ટ્રેનનું સફળતાપૂર્વક ટેસ્ટીંગ કર્યું છે. આ ટ્રેન દુનિયાની પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન છે. આ ટ્રેન વિશેની ઘણી માહિતી તમને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. ઉત્તર જર્મનીમાં હમબર્ગની નજીક રેલ્વે ટ્રેક પર આ ટ્રેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનનું નામ Corodia iLint રાખવામાં આવ્યું છે. ફ્રાન્સની કંપની Alstom ૨ વર્ષની મહેનત […]

Top Stories World Trending
જર્મની : દુનિયાની પ્રથમ ઇકો-ફ્રેન્ડલી હાઇડ્રોજન ટ્રેનનું થયું સફળ ટેસ્ટીંગ, જોરદાર છે ફીચર

જર્મનીએ હાલમાં જ પ્રદુષણરહિત ટ્રેનનું સફળતાપૂર્વક ટેસ્ટીંગ કર્યું છે. આ ટ્રેન દુનિયાની પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન છે. આ ટ્રેન વિશેની ઘણી માહિતી તમને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે.

Image result for hydrogen train

ઉત્તર જર્મનીમાં હમબર્ગની નજીક રેલ્વે ટ્રેક પર આ ટ્રેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનનું નામ Corodia iLint રાખવામાં આવ્યું છે. ફ્રાન્સની કંપની Alstom ૨ વર્ષની મહેનત બાદ આ ટ્રેનને તૈયાર કરી છે.

શું છે હાઇડ્રોજન ટ્રેન

હાઇડ્રોજન ટ્રેનમાં ફયુલ સેલ મુકેલા હોય છે જેમાં હાઇડ્રોજન અને ઓક્સીજનના મિશ્રણથી ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. આ પ્રોસેસમાં ધુમાડાની જગ્યાએ વરાળ કે પાણી ઉત્પન્ન થાય છે.

હાઇડ્રોજન ફયુલ સેલ બેટરી કરતા વધારે કાર્યક્ષમ છે. બેટરીમાં વારંવાર રીચાર્જ કરવાની તકલીફ રહે છે.

હાઇડ્રોજન ટ્રેનનું લોકોમોટીવ ઇકો-ફ્રેન્ડલી છે.

આ રીતે કામ કરશે હાઇડ્રોજન ટ્રેન 

Image result for hydrogen train

આ ટ્રેન ઝીરો એમીશન પેટર્નથી ચાલે છે એટલે કે થોડોક પણ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થતો નથી. નવાઈની વાત તો એ છે કે આ ટ્રેન ધુમાડાની જગ્યાએ વરાળ ઉત્પન્ન કરશે.

આ ટ્રેનમાં હાઇડ્રોજનના ફયુલ સેલ લગાડેલા છે જે કેમિકલ રીએક્શનના લીધે ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરશે. આ ઈલેક્ટ્રીસીટી લીથીયમ આયન બેટરીને ચાર્જ કરશે જેની મદદથી ટ્રેન ઓપરેટ થશે.

ઘોંઘાટરહિત ટ્રેન 

Related image

આ ટ્રેન ઘોંઘાટ રહિત છે. આ ટ્રેનની સ્પીડ અને પેસેન્જરની કેપેસીટી ડીઝલ ટ્રેન કરતા વધારે છે. હાઇડ્રોજન ટ્રેનની ટોપ સ્પીડ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

Image result for hydrogen train

જો કિંમતના મામલે જોવા જઈએ તો આ ટ્રેન ડીઝલ ટ્રેન કરતા મોંઘી છે.

Image result for hydrogen train

હાઇડ્રોજનના સિંગલ ટેંકની મદદથી આશરે ૧૦૦૦ કિમી સુધી ટ્રેન દોડી શકે છે.

હાઇડ્રોજન ટ્રેનમાં એક સમયે ૩૦૦ પેસેન્જરને લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

બીજા દેશ પણ આ ટેક્નોલોજી વાપરવા માંગે છે 

જર્મની સિવાય બીજા દેશ જેવા કે બ્રિટન, નેધરલેન્ડ, ડેન્માર્ક , નોર્વે ,ઇટલી અને કેનેડા પણ હાઇડ્રોજન ટ્રેનને ઉપયોગમાં લેવાનું વિચારી રહ્યા છે .

ફ્રાંસની ગવર્મેન્ટે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૨ પહેલા તેઓ હાઇડ્રોજન ટ્રેનને તૈયાર કરી દેશે.