Not Set/ દેશમાં કોરોના સંક્રમણ દર મામલે ગોવા પ્રથમ સ્થાને,31 ડિસેમ્બરની ઉજવણી ભારે પડી!

ગોવામાં સૌથી વધુ કેસ  જોવા મળી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી બાદ ગોવામાં ચેપનો દર વધીને 26.43 ટકા થઈ ગયો છે.

Top Stories India
goa દેશમાં કોરોના સંક્રમણ દર મામલે ગોવા પ્રથમ સ્થાને,31 ડિસેમ્બરની ઉજવણી ભારે પડી!

દેશમાં કોરોનાના સંક્રમણ દર મામલે  ગોવામાં સૌથી વધુ કેસ  જોવા મળી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી બાદ ગોવામાં ચેપનો દર વધીને 26.43 ટકા થઈ ગયો છે. સોમવારે, ગોવામાં 631 નવા કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા નવા કેસોની સંખ્યા 388 હતી. એક જ દિવસમાં ચેપનો દર અઢી ગણો વધી ગયો. સંક્રમણ દરના મામલે ગોવા નંબર વન પર આવી ગયું છે.

પણજીથી બહાર આવેલા સરકારી આંકડા અનુસાર, સોમવારે ગોવામાં કોરોના સંક્રમણનો દર વધીને 26.43 ટકા થઈ ગયો છે, જે દેશમાં સૌથી વધુ છે. એક દિવસ પહેલા રવિવારે ગોવામાં ચેપનો દર 10.7 ટકા હતો. અગાઉ મે 2020માં અહીં ચેપનો દર વધીને 43 ટકા થઈ ગયો હતો. ફરી એકવાર અહીં સ્થિતિ બગડતી જોવા મળી રહી છે.

આ જ કારણ છે કે આ સમયે ગોવાની સરકાર સંપૂર્ણ એક્શનમાં જોવા મળી રહી છે. સોમવારે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટાસ્ક ફોર્સની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ગોવામાં 26 જાન્યુઆરી સુધી શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઘણી વધુ કડક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ક્રુઝ શિપમાં 66 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા
બીજી તરફ કોર્ડેલિયા ક્રૂઝ પણ ચર્ચામાં છે જે છેલ્લા 5 દિવસથી ગોવાના દરિયામાં ઉભું છે. આ ક્રુઝના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ રાજ્ય સરકારે આ તમામ લોકોને ગોવામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે ક્રુઝ પરના લોકો ત્યાં ફસાયેલા છે. આ જહાજ મોરગાઓ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે પાર્ક કરવામાં આવ્યું છે. એક ખાનગી કંપનીનું આ જહાજ રવિવારે ગોવાના મોરગાવ પોર્ટ ટ્રસ્ટ પહોંચ્યું હતું. આ એ જ ક્રૂઝ છે જેના પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પાર્ટી કરી હતી.