Not Set/ ચીન : દુનિયાની પ્રથમ “ડીઝાઈનર બેબી”, DNAમાં ફેરફાર કરાતા જન્મી જુડવા બાળકીઓ

ચીને હાલ એક મહત્વપૂર્ણ ચોંકાવનારો દાવો કર્યો છે. ચીનમાં પ્રથમ વખત ડીઝાઇનર બેબીનો જન્મ કરાયો હોવાનો દાવો કરાયો છે. આ મહિનામાં જન્મી બે બાળકીઓના ડીએનએમાં ફેરફાર  ક્રીસ્પર ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ આ ડીઝાઈનર બેબી એચઆઈવી કે એડ્સથી પીડિત નહી બને. જો આ દાવો સાચો નીકળશે તો વિજ્ઞાન ક્ષેત્રમાં એક ઘણો […]

Top Stories World Trending Tech & Auto
China news 744581 ચીન : દુનિયાની પ્રથમ "ડીઝાઈનર બેબી", DNAમાં ફેરફાર કરાતા જન્મી જુડવા બાળકીઓ

ચીને હાલ એક મહત્વપૂર્ણ ચોંકાવનારો દાવો કર્યો છે. ચીનમાં પ્રથમ વખત ડીઝાઇનર બેબીનો જન્મ કરાયો હોવાનો દાવો કરાયો છે.

આ મહિનામાં જન્મી બે બાળકીઓના ડીએનએમાં ફેરફાર  ક્રીસ્પર ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યો છે.

Image result for first designer baby china claims

એટલું જ નહી પરંતુ આ ડીઝાઈનર બેબી એચઆઈવી કે એડ્સથી પીડિત નહી બને. જો આ દાવો સાચો નીકળશે તો વિજ્ઞાન ક્ષેત્રમાં એક ઘણો મોટો કદમ ગણાશે.

આ ટેક્નોલોજીના ઉપયોગની મદદથી ભવિષ્યમાં ડીઝાઇનર બાળકીઓને જન્મ આપવો શક્ય બનશે.તમને જણાવી દઈએ કે આ ડીઝાઈનર બેબીની આંખ, વાળ ચામડી અને બીજા અંગો તેના માતા-પિતા જેવા જ કરી શકાશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે એક અમેરિકન વૈજ્ઞાનિકે ચીનમાં થયેલા આ કામમાં ભાગ લીધો હતો. અમેરિકામાં આ રીતના પરિવર્તન પણ રોક છે કારણ કે ડીએનએમાં ફેરફાર કરવાથી ભાવી પેઢીઓને નુકશાન પહોચી શકે છે અને ખતરો વધી  જાય છે.

શોધકર્તાએ જણાવ્યું કે તેમણે સાત દંપત્તિના વાંઝણાપણાનું ઈલાજ દરમ્યાન ભ્રુણને બદલ્યું અને એમાંથી એક કેસમાં જુડવા બાળકીઓનો જન્મ થયો છે.