Not Set/ #HockeyWorldCup : ૪૩ વર્ષ બાદ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારત

નવી દિલ્હી, ઓરિસ્સાના ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે, ત્યારે ભારતીય ટીમ બુધવારથી પોતાના અભિયાનનો આગાજ કરશે. કલિંગા સ્ટેડિયમમાં રમાનારી પહેલી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટકરાશે. આ સાથે જ ભારતીય ટીમ પાસે ૪૩ વર્ષના લાંબા સમય બાદ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે. આઠ વખતની ઓલમ્પિક ચેમ્પિયન ટીમ ભારતની […]

Top Stories Trending Sports
DtADvudUwAAsBqS #HockeyWorldCup : ૪૩ વર્ષ બાદ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારત

નવી દિલ્હી,

ઓરિસ્સાના ભુવનેશ્વરમાં હોકી વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે, ત્યારે ભારતીય ટીમ બુધવારથી પોતાના અભિયાનનો આગાજ કરશે.

કલિંગા સ્ટેડિયમમાં રમાનારી પહેલી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટકરાશે. આ સાથે જ ભારતીય ટીમ પાસે ૪૩ વર્ષના લાંબા સમય બાદ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરવા માટે મેદાને ઉતરશે.

આઠ વખતની ઓલમ્પિક ચેમ્પિયન ટીમ ભારતની વાત કરવામાં આવે તો, આ પહેલા ૧૯૭૫માં માત્ર એકવાર વર્લ્ડકપ જીતી ચૂકી છે. ૪૩ વર્ષ પહેલા અજિતપાલ સિંહની ટીમે ઈતિહાસ રચ્યો હતો.

વર્લ્ડ હોકી રેન્કિંગમાં પાંચમા ક્રમ પર રહેલી ભારતીય ટીમ માટે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરવો આશાન રહેશે નહીં કારણ કે ગત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, નેધરલેંડ, જર્મની અને ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના જેવી ટીમો સામે પાર પાડવું પડશે.