Not Set/ સાવધાન ! ભારતીય ખેલાડીઓએ આ બાબતે કરી ભૂલ તો BCCI તરફથી ભોગવવી પડશે સજા

નવી દિલ્હી, દુનિયાભરની રમતોમાં બનાવટી દસ્તાવેજો બતાવીને કરવામાં આવતા ફ્રોડની અનેક ઘટનાઓ સામે ચૂકી છે, જેમાં ખેલાડીઓની ઉંમર બતાવવા માટે રજૂ કરવામાં આવતા ફર્જી કાગળ પણ શામેલ છે. BCCI: Wish to reiterate that from the 2018-19 season, any cricketer who is found guilty of tampering his/her date of birth will be disqualified and barred from […]

Top Stories Trending Sports
bcci2 kYBE સાવધાન ! ભારતીય ખેલાડીઓએ આ બાબતે કરી ભૂલ તો BCCI તરફથી ભોગવવી પડશે સજા

નવી દિલ્હી,

દુનિયાભરની રમતોમાં બનાવટી દસ્તાવેજો બતાવીને કરવામાં આવતા ફ્રોડની અનેક ઘટનાઓ સામે ચૂકી છે, જેમાં ખેલાડીઓની ઉંમર બતાવવા માટે રજૂ કરવામાં આવતા ફર્જી કાગળ પણ શામેલ છે.

આ બનાવતી દસ્તાવેજ રજૂ કરીને ખેલાડીઓ દ્વારા ખોટી વય બતાવવામાં આવ છે અને ટીમમાં સિલેક્ટ થતા હોય છે. આ કોઈ મોટી બાબત નથી, ત્યારે હવે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા કમર કસવામાં આવી છે.

BCCI દ્વારા હવે ખોટી ઉંમર બતાવનારા ખેલાડીઓ પર પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “જો કોઈ પણ ક્રિકેટર પોતાની જન્મ તારીખ સાથે છેડછાડ કરતા દોષિત ઠેરવવામાં આવશે તો, તેઓને BCCIની કોઈ પણ ટુર્નામેન્ટ માટે ૨ વર્ષ સુધી પ્રતિબંધિત કરવામાં આવશે”.

બોર્ડ દ્વારા ખેલાડીઓને ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦૨૦ એમ બે સિઝન માટે પ્રતિબંધિત કરવામાં આવશે.