બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય Kanani-Bus Operator Issue તે કહેવત સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને બસ ઓપરેટરોના કિસ્સામાં બરોબર સાચી પડી હતી. કુમાર કાનાણીએ શહેરમાં આડેધડ રીતે આવતી અને બેફામ રીતે હંકારાતી લકઝરી બસો સામે બાંયો ચઢાવી હતી તો બસ ઓપરેટરોએ પણ બસોને શહેરમાં પ્રવેશતા અટકાવી દેતા વાલક પાટિયા પાસે બસોના મુસાફરો રઝળી પડ્યા હતા. આ પરિસ્થિતિનો સૌથી વધુ લાભ રીક્ષાચાલકોએ લીધો હતો.
આ સમગ્ર વિવાદનો લાભ રિક્ષાચાલકોએ લીધો હતો અને હેરાન થતાં Kanani-Bus Operator Issue મુસાફરો પાસેથી બેથી ત્રણ ગણા ભાડાની વસૂલાત પણ કરવામાં આવી હતી સામાન્ય રીતે વાલક પાટીયાથી હીરાબાગ સુધીનું ભાડું 20 થાય છે પરંતુ મુસાફરો પાસેથી રીક્ષા ચાલકો 400થી 500 રૂપિયાના ભાડાની વસૂલાત કરતા હતા. તેથી મુસાફર ગામડેથી સુરત આવે અને ત્યારબાદ સુરતથી ઘરે પહોંચવા માટે પણ 400થી 500 તેને ખર્ચવા પડતા હતા પરંતુ ગઈકાલે પોલીસ અને ખાનગી બસ એસોસિયેશન વચ્ચે બેઠક મળી હતી અને તેમાં ખાનગી બસ એસોસિએશનને Kanani-Bus Operator Issue નિર્ણય કર્યો હતો કે હવેથી લકઝરી બસ સુરતમાં પ્રવેશ કરશે. લક્ઝરી બસોને આ માટે શહેરમાં અમુક પોઇન્ટ ફાળવી દેવાયા છે અને બસો ત્યાં જ જશે. આમ ટ્રાફિક પોલીસના 15 વર્ષ જૂના જાહેરનામાનો અમલ હવે થશે.
ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને પત્ર લખ્યો હતો કે, શહેરમાં Kanani-Bus Operator Issue ભારે વાહનો નિયત સમય કરતા અલગ અલગ સમયે પ્રવેશ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે. આ પત્રનું અર્થઘટન ખાનગી બસ એસોસિએશન દ્વારા અલગ કરીને નિર્ણય કરાયો હતો કે હવેથી એક પણ લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં અને મુસાફરોને વાલક પાટિયા પર જ ઉતારી દેવામાં આવશે. જેમાં 21 ફેબ્રુઆરીએ તમામ બસો વાલક પાટીયા પર થોભી ગઈ હતી અને 200 જેટલી બસ રસ્તા પર ઉભી રહી ગઈ હોવાના કારણે ટ્રાફિક જામ થયો હતો અને કલાકો સુધી લોકો અટવાયા હતા. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે ત્રણ વાગ્યાથી જ ટ્રાફિક પોલીસ રસ્તા પર ફરજ બજાવા માટે ઉતરી ગઈ હતી જેના કારણે ટ્રાફિકની સમસ્યામાંથી તો લોકોને મુક્તિ મળી હતી પરંતુ મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
આજે વહેલી સવારથી જ તમામ લકઝરી બસોએ સુરતની અંદર પ્રવેશ કર્યો હતો Kanani-Bus Operator Issue અને શ્યામધામ ચોક, સરથાણા જગતનાકા, સીમાડા ચાર રસ્તા, નાના વરાછા, કાપોદ્રા અને હીરાબાગ જેવા અલગ અલગ સ્પોટ પર મુસાફરોને બસોએ મૂક્યા હતા. જેના કારણે લોકોને પણ હાલાકીમાંથી મુક્તિ મળી હતી. તો બીજી તરફ ખાનગી બસ એસોસિયેશન પોતાની જે માગણીઓ હતી તે લેખિતમાં પોલીસ સામે રજૂ કરવા બાબતે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રેલ્વે વિદ્યુતીકરણ/ UP સહિત ઉત્તરપૂર્વ રેલવેમાં 100% વિદ્યુતીકરણ પૂર્ણ
આ પણ વાંચોઃ તાજિકિસ્તાન ભૂકંપ/ તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપઃ તુર્કી-સીરિયાની યાદ અપાવી
આ પણ વાંચોઃ Standing Committee/ દિલ્હીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ભારે બબાલ, ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી