Not Set/ અમિતાભ બચ્ચના હિટ સોંગને અવાજ આપનાર ગાયક મોહમ્મદ અઝીઝનું નિધન…

મુંબઇ, સુપરહિટ ગાયક મોહમ્મદ અઝીઝનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ કોલકાતાથી સ્ટેજ શો પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. મોહમ્મદ અઝીઝને 80 અને 90ના દશકામાં એકથી એક સુપરહિટ ગીતોને અવાજ આપ્યો છે. કોમેડીયન જોની લિવરના ભાઈ જીમ્મીએ ફેસબુક પોસ્ટ શેર કરીને અઝીઝના નિધન પર તેમણે લખ્યું છે. ‘સોમવારે રાત્રે કોલકતામાં તેમનો પ્રોગ્રામ હતો. […]

Trending Entertainment
bb અમિતાભ બચ્ચના હિટ સોંગને અવાજ આપનાર ગાયક મોહમ્મદ અઝીઝનું નિધન...

મુંબઇ,

સુપરહિટ ગાયક મોહમ્મદ અઝીઝનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ કોલકાતાથી સ્ટેજ શો પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. મોહમ્મદ અઝીઝને 80 અને 90ના દશકામાં એકથી એક સુપરહિટ ગીતોને અવાજ આપ્યો છે. કોમેડીયન જોની લિવરના ભાઈ જીમ્મીએ ફેસબુક પોસ્ટ શેર કરીને અઝીઝના નિધન પર તેમણે લખ્યું છે.

Image result for mohammad aziz

‘સોમવારે રાત્રે કોલકતામાં તેમનો પ્રોગ્રામ હતો. મંગળવારે બપોરે જયારે તેઓ મુંબઇ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમની તબિયત ખરાબ થઇ ગઈ કેબમાં બેસીને તેઓએ કહ્યું કે તેઓએ કઈ સારું નથી લાગી રહ્યું. પછી તેઓએ મુંબઇના નાનાવટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. જ્યાં તેઓ અંતિમ શ્વાસ લીધા.

Image result for mohammad aziz

અઝીઝ વર્ષ 1982માં મુંબઇ આવ્યા ત્યારે તેમને પ્રથમ બ્રેક જગમોહને આપ્યો હતો. 2 જુલાઈ 1954ના રોજ કલકતામાં જન્મેલ અઝીઝ આજે પણ 150 વર્ષ જુના ઘરમાં રહેતા હતા. જે તેમના ગ્રેટ ગ્રેંડ ફાધરનું છે. અઝીજએ હિન્દી સિવાઈ ઉડિયા અને બંગાળી ભાષામાં પણ હીટ સોંગ ગાયા છે. તેમનું ગાયેલું સુપરહિટ સોંગ ‘મય સે ના મીના સે’ દુનિયાભરમાં લોકપ્રિય થયું હતું.

Image result for mohammad aziz