QUAD Summit/ ભારત, અમેરિકા સહિતના દેશના નેતાઓની મળશે બેઠક, આ મામલે થશે સઘન ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે ‘ક્વાડ’ (QUAD)  નેતાઓ સાથે જૂથની પહેલી બેઠકમાં ભાગ લેશે. ક્વાડ એ ચાર દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું જૂથ છે,

Top Stories India
am 1 ભારત, અમેરિકા સહિતના દેશના નેતાઓની મળશે બેઠક, આ મામલે થશે સઘન ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે ‘ક્વાડ’ (QUAD)  નેતાઓ સાથે જૂથની પહેલી બેઠકમાં ભાગ લેશે. ક્વાડ એ ચાર દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું જૂથ છે, જે સામાન્ય હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બનાવવામાં આવ્યું છે. વડા પ્રધાન મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન, જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન આ વર્ચુઅલ મીટિંગમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આ બેઠકમાં, ચારેય દેશો ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવાનો વિચાર કરશે અને કોરોના વાયરસ મહામારી સામેની રસીના સપ્લાય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ક્વાડ સમિટમાં રસી અંગેની પહેલથી રસીના ઉત્પાદક અને સપ્લાયર તરીકે ભારતની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે અને ચિકિત્સાની દુનિયામાં દેશનું કદ વધારશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જાપાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા અને કોવિડ -19 ના રક્ષણ માટે ઓસ્ટ્રેલિયાની સહાયથી તૈયાર કરાયેલા, અમેરિકા  દ્વારા વિકસિત રસીઓ પરના પરિષદમાં આ પહેલ મુખ્ય રૂપે દર્શાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ચાર દેશોના નેતાઓ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે સહયોગ અંગેના વિચારો શેર કરશે. આ બેઠક એટલા માટે મહત્વની થવા જી રહી છે. જયારે ચીન આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો : આજે અમદાવાદમાં દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન મોદી, શું છે ઘટનાક્રમ

વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ સમિટ સમકાલીન પડકારો જેવા કે લચીલી સપ્લાઈ છે, ઉભરતી અને મહત્વપૂર્ણ ટેકનોલોજીઓ, દરિયાઇ સુરક્ષા અને હવામાન પરિવર્તન પરના વિચારોની આપલે કરવાની તક પૂરી પાડશે. ચીન પોતાની સૈન્ય તાકાત વધારવાના પગલે ભારત-પ્રશાંત ક્ષેત્રની ઉભરતી પરિસ્થિતિ મુખ્ય વૈશ્વિક શક્તિઓ વચ્ચે એક મહત્વપૂર્ણ મુદ્દો બની છે. ચીનને કાબૂમાં રાખવા માટે, યુએન ક્વાડને સુરક્ષા માળખું બનાવવાની તરફેણમાં છે.

પીએમ મોદી ભારતની રસી વિશે કરી શકે છે ચર્ચા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધનમાં ભારતની રસી અંગે લેવામાં આવેલી પહેલ અંગે ચર્ચા કરી શકે છે. આ સિવાય ભારત દ્વારા રસી ઉત્પાદનમાં વેગ લાવવાના માર્ગો પર વાતચીત થઈ શકે છે. એશિયા અને આફ્રિકાના ઘણા વિકાસશીલ દેશોમાં રસી કેવી રીતે પહોંચડવામાં આવે અને આ માટે રસીના ઝડપી ઉત્પાદન પર કેવી રીતે કામ કરવું તે અંગે પણ ચર્ચા થવાની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ પણ નાણાકીય સહાયથી વિકાસશીલ દેશો માટે ભારતીય ઉત્પાદકો પાસેથી રસી પૂરી પાડવા જૂથ અથવા ફંડ બનાવવાનું વિચારી શકે છે.

વડા પ્રધાન મોદી ભારતની ‘વેક્સિન મૈત્રી’ પહેલ પણ બધા દેશોની સામે રાખી શકે છે, જે અંતર્ગત ભારતે અત્યાર સુધીમાં લગભગ 67 દેશોને રસી પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતે રસીના લગભગ 5.8 કરોડ ડોઝ અન્ય દેશોમાં પહોંચાડ્યા છે. ક્વાડની બેઠકમાં ભારતમાં રસી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નાણાકીય કરાર પણ જાહેર કરી શકાય છે.

આ પણ વાંચો : આ દેશે ચલાવ્યું FreedomPinapple અભિયાન, ચીનને કર્યું ચિત્ત, જાણો શું છે આખી ઘટના

ક્વાડનો ઇતિહાસ

ક્વાડનો પ્રસ્તાવ જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંઝો આબે દ્વારા વર્ષ 2007 માં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરખાસ્તને ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ ટેકો આપ્યો હતો. ક્વાડનું પૂરું નામ ક્વોડ્રીલેટરલ સિક્યુરિટી ડાયલોગ છે. સ્વાભાવિક છે કે ભારત, અમેરિકા, જાપાન સહિત વિશ્વના ઘણા મોટા દેશો ચીનની વિસ્તરણવાદી નીતિ વિરુદ્ધ છે. 2007 પછી, આ જૂથના ટોચના નેતાઓની કોઈ બેઠક મળી નથી. ક્વાડનું લક્ષ્ય એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ પુન:સ્થાપિત કરવા અને સંતુલન જાળવવાનું છે.

ક્વાડના વિદેશ પ્રધાનોએ 18 ફેબ્રુઆરીએ ડિજિટલ બેઠક યોજી હતી જેમાં તેઓએ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી જાળવવાનું પ્રતિબદ્ધ કર્યું હતું. તે જ સમયે, ક્વાડ સભ્ય દેશોના વિદેશ પ્રધાનો 6 ઓક્ટોબર, 2020 ના રોજ ટોક્યોમાં મળ્યા અને સ્વતંત્ર, ખુલ્લા અને સમાવિષ્ટ ભારત-પ્રશાંત માટે તેમની સામૂહિક દ્રષ્ટિનો પુનરોચ્ચાર કર્યો. તાજેતરમાં જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ક્વાડ દેશોના નેતાઓ કોવિડ -19 મહામારીને પહોંચી વળવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરશે અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સલામત, ન્યાયી વહેંચણી અને પોસાય તેવી રસી સુનિશ્ચિત કરવામાં સહકાર માટેની તકોની શોધ કરશે.

આ પણ વાંચો : દિલ્હી-NCR માં વાતાવરણમાં પલટો, જાણો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શું છે સ્થતિ