ભાવ વધારો/ અબ કી બાર મોંધવારી કી માર,ઘરેલું lPG સિલિન્ડરમાં આટલો વધારો કરવામાં આવ્યો,જાણો

14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. તેમની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

Top Stories India
4 9 અબ કી બાર મોંધવારી કી માર,ઘરેલું lPG સિલિન્ડરમાં આટલો વધારો કરવામાં આવ્યો,જાણો

દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીની માર ઝીલી રહ્યા છે,જીવન જરૂરિયાતના ભાવ આસમાને પહોચતા તેમના જીવનધોરણ પ્રભાવિત થયો છે. લોકો  જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યાં ફરી એકવાર સરકારે ઘરેલું ગેસ એલપીજીના ભાવમાં વધારો કર્યો છે.સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર પર 50 રૂપિયાનો વધારો કર્યો છે.

 

 

ઉલ્લેખનીય છે કે  14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. તેમની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે. 14.2 કિલોના સિલિન્ડરની સાથે 5 કિલોના નાના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.નોંધનીય છે કે  આ પહેલા મે મહિનામાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિ સિલિન્ડરની કિંમત 999 રૂપિયા થઈ ગઈ હતી.

થોડા દિવસો પહેલા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જે મોટી રાહત હતી. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2021 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ હવે 8.50 રૂપિયાના વધુ ઘટાડા સાથે કિંમત 2012 રૂપિયાની નજીક આવી જશે.

cost gaurd/ ભારતીય કોસ્ટગાર્ડનું ઓપરેશન ‘આઇલેન્ડ વોચ’જાણો તેમના અતિ આધુનિક હોવરક્રાફ્ટ વિશે,દુશ્મનની હવે ખેર નથી