Hollywood/ ઓસ્કાર વિજેતા હોલીવુડના આ અભિનેતા પર ત્રણ પુરૂષો સાથે જાતીય શોષણ કરવાનો આરોપ,કોર્ટમાં હાજર થશે

હોલિવૂડ એક્ટર કેવિન સ્પેસી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ પોલીસે કેવિન વિરુદ્ધ ત્રણ પુરુષોનું જાતીય શોષણનો કેસ નોંધ્યો છે

Top Stories Entertainment
10 9 ઓસ્કાર વિજેતા હોલીવુડના આ અભિનેતા પર ત્રણ પુરૂષો સાથે જાતીય શોષણ કરવાનો આરોપ,કોર્ટમાં હાજર થશે

હોલિવૂડ એક્ટર કેવિન સ્પેસી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ પોલીસે કેવિન વિરુદ્ધ ત્રણ પુરુષોનું જાતીય શોષણનો કેસ નોંધ્યો છે. 62 વર્ષીય કેવિન સ્પેસીને ગુરુવારે લંડનની કોર્ટમાં હાજર રહેવું પડશે.લંડનની મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કેવિન સ્પેસી ફાઉલર પર સોમવારે, 13 જૂને ત્રણ પુરુષોના જાતીય શોષણનો ઔપચારિક આરોપ મૂકવામાં આવ્યો હતો. આ સિવાય કેવિન વિરુદ્ધ એક વ્યક્તિ સાથે તેની ઈચ્છા વિરુદ્ધ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવાનો પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કેવિને ગુરુવારે સવારે 10 વાગ્યે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવું પડશે.

કોરોના સંક્રમિત / કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ફરી કોરોના પોઝિટિવ,ટ્વિટ કરી આપી માહિતી

કેવિન સામેના આરોપો માટે પોલીસ દ્વારા એકત્ર કરાયેલા તમામ પુરાવાઓની હવે સમીક્ષા કરવામાં આવશે, 2005માં કેવિન પર લંડનમાં એક પુરુષ પર જાતીય શોષણનો આરોપ લાગ્યો હતો. ઑગસ્ટ 2008 માં, કેવિન પર અન્ય પુરુષ પર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને પછી એપ્રિલ 2013 માં ગ્લુસેસ્ટરશાયરમાં તેના પર અન્ય પુરુષ પર જાતીય શોષણનો આરોપ પણ લાગ્યો હતો.

ડ્રગ્સ કેસ / શક્તિ કપૂરનો પુત્ર આવું નહીં કરે તો કોણ કરશે, સિદ્ધાંત ડ્રગ કેસમાં KRKએ કર્યું ટ્વિટ

કેવિન સ્પેસી એક પ્રખ્યાત અમેરિકન અભિનેતા છે. તેમણે 1980માં તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હાર્ટબર્ન અને વર્કિંગ ગર્લ તેમની પ્રથમ ફિલ્મો હતી. જોકે, તેને 1995માં ધ યુઝ્યુઅલ સસ્પેક્ટ્સ તરફથી ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. આ પછી, તેણે 1999 માં આવેલી ફિલ્મ અમેરિકન બ્યુટીમાં કામ કર્યું અને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ જીત્યો.