નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના પતંજલિ વેપારના ઉત્તરાધિકારી તરીકે અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારે આ તમામ સવાલો પર પૂર્ણવિરામ મુકાયું છે. યોગ ગુરુ અને પતંજલિના ફાઉન્ડર બાબા રામદેવે એલાન કર્યું છે કે, તેઓના પછી પતંજલિના અનુગામી કોણ હશે ?
૫૦૦ સાધુઓની ટીમમાંથી હશે પતંજલિના વારસદાર
બાબા રામદેવે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વારસદાર અંગે કહ્યું હતું કે, “તેઓના ગયા બાદ પતંજલિ સમૂહના આગામી ૧૦૦ વર્ષ માટે વારસદાર કોઈ વેપારી કે કોઈ વિવાહિત વ્યક્તિ હશે નહિ, પરંતુ તેઓ એક ૫૦૦ સાધુઓની ટીમ હશે, જેને મારા દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “હું આગામી ૫૦૦ વર્ષોમાં અમારા દેશ અંગે વિચારી રહ્યો છું”.
એક ઇન્ટરવ્યુ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, “મુસલમાનોએ ગૌમૂત્ર અપનાવવું જોઈએ, કારણ કે તેનો પ્રયોગ સારવાર માટે પણ કરવામાં આવે છે. કુરાનમાં પણ લખ્યું છે કે, ગૌમૂત્ર સારવાર માટે પ્રયોગ કરી શકાય છે. પરંતુ કેટલાક લોકો પતંજલિને નિશાન બનાવી રહ્યા છે કે તે એક હિંદુ કંપની છે”.
યોગગુરુનું કહેવું છે કે, “મારો હમદર્દ અને હિમાલયા દવા કંપનીને પૂરું સમર્થન છે. હિમાલય સમૂહના ફારુખ ભાઈએ મને યોગગ્રામ માટે જમીન દાનમાં આપ છે. જો કેટલાક લોકો આ માટે પૈસા લે છે, તો તેઓ માત્ર નફરતની દીવાલ ઉભી કરી રહ્યા છે”