નવી દિલ્હી,
શું તમે કોઈ ભારત સિવાય દુનિયાના અન્ય દેશમાં રહેવા માંગો છો અને તે દેશની નાગરિકતા લેવા માટે વિચારી રહ્યા છો ?, જો આ અંગે તમારો જવાબ હા છે તો, દુનિયાના આ દેશોની તમે રૂપિયા ચૂકવીને સિટીજનશિપ ખરીદી શકો છો.
દુનિયાના આ દેશોમાં રૂપિયા ચૂકવીને તમે મેળવી શકો છો નાગરિકતા :
૧. સ્પેન :
સ્પેનમાં ગોલ્ડન વિઝા પ્રોગ્રામ દ્વારા નાગરિકતા હાંસલ થઇ શકે છે. જો કે આ માટે તમારે મોટી રકમ ચૂકવવી પડશે.
જો તમે કોઈ રિયલ એસ્ટેટમાં ઓછામાં ઓછા ૫,૦૦,૦૦૦ યૂરોનું રોકાણ અથવા તો સ્પેનની કંપનીમાં ૧ મિલિયન યૂરોના શેર ખરીદવા પર તેમજ સ્પેનની કોઈ પણ બેંકમાં ૧ મિલિયન યૂરો ડિપોઝીટ કરવાનની જરૂરત હશે.
૨.સાઇપ્રસ :
સાઇપ્રસમાં રોકાણ દ્વારા નાગરિકતા લેવા માટે તમારે રિયલ એસ્ટેટમાં ઓછામાં ઓછા ૨ મિલિયન યૂરોનું રોકાણ અથવા તો આ દેશમાં કામ કરી રહેલી કંપનીમાં ઓછામાં ઓછું ૨ મિલિયન યૂરોનું રોકાણ કરવું જરૂરી છે.
૩. ન્યુઝીલેન્ડ :
ન્યુઝીલેન્ડમાં બે પ્રોગ્રામ હેઠળ તમે કામ કરીને તમે ત્યાં નાગરિકતા લઇ શકો છો.
પ્રથમ પ્રોગ્રામ હેઠળ તમારે ૩ વર્ષમાં ૧૦ મિલિયન ન્યુઝીલેન્ડ ડોલરનું રોકાણ કરવું પડશે. આ પ્રોગ્રામ હેઠળ ઉંમરની કોઈ સીમા નથી.
જયારે બીજા વિકલ્પ હેઠળ તમારે ૪ વર્ષમાં ૩ મિલિયન ન્યુઝીલેન્ડ ડોલરનનું રોકાણ કરવું પડશે. પરંતુ આ વિકલ્પ હેઠળ જો તમારી ઉંમર ૬૫ વર્ષથી વધુ હોવી જોઈએ, અંગ્રેજી બોલતા આવડવું જોઈએ અને તમારી પાસે ૩ વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
૪. થાઈલેંડ :
થાઇલેન્ડની સરકાર દુનિયાના અમીર વ્યક્તિઓ માટે એલિટ રેજીડેન્સી” વિઝા આપી રહી છે, જેના દ્વારા ૩૦૦૦ ડોલર આપીને તમે એક વર્ષ સુધી રહી શકો છો.
આ ઉપરાંત થાઇલેન્ડ સરકાર દ્વારા અલગ-અલગ ૭ પેકેજ પણ આપવામાં આવી રહ્યા છે. જેમાંથી સૌથી મોંઘુ પેકેજ ૬૦,૦૦૦ ડોલર છે જેમાં તમે ૨૦ વર્ષ સુધી રહી શકો છો.