દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં છુપાયેલા ઈનામી જૈશ-એ-મોહમ્મદનાં આતંકવાદીને ઝડપી લીધો છે. ધરપકડ કરવામા આવેલા આતંકીનું નામ બશીર અહમદ હોવાનુ સામે આવ્યુ છે. વર્ષ 2007માં બશીરની દિલ્હી પોલીસની સાથે એનકાઉન્ટર બાદ ધરપકડ થઇ હતી, જે અંગે સુત્રોનું કહેવુ છે કે, લોવર કોર્ટે તેના વિરુદ્ધ કોઇ સબૂત ન મળ્યા હોવાના કારણે તેને મુક્ત કરી દીધો હતો. જે પછી આ મામલો હાઈકોર્ટ પહોચ્યો હતો જ્યા તેને સજા સંભળાવવામાં આવી હતી. જો કે તેને જામીન પણ મળી ગઇ હતી અને જામીન મળ્યા બાદથી જ તે હાઈકોર્ટમાં હાજરી આપી રહ્યો નહોતો.
હાઈકોર્ટની અવગણના કરવા પર તેને બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યો હતો. તેના 2 અન્ય સાથીઓની દિલ્હી પોલીસે આ વર્ષે ધરપકડ કરી હતી, જેમનુ નામ ફૈયાઝ અને મજીદ બાબા છે. આ પહેલા 14 જુલાઈનાં રોજ NIA એ તમિલનાડુમાં અંસરુલ્લા આતંકવાદી સમૂહ પર રેડ પાડી સમૂહ સાથે કથિત સંબંધોને લઇને બે લોકોની ધરપકડ કરી છે. આ સમૂહ ભારતમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી કામ કરી રહ્યુ છે. આતંકવાદી સમૂહની સાથે તેમના સંબંધોની જાણકારી બાદ શનિવારે NIA એ તમિલનાડુનાં નાગપટ્ટિનમમાં તેમના આવાસ પર રેડ પાડી અને હસન અલી અને હારિશ મોહમ્મદની ધરપકડ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.