Not Set/ J & K : પૂંછ સેક્ટરમાં પાકે. કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં ૫ લોકોના મોત, ૨ ઘાયલ

શ્રીનગર, આતંકીઓ માટે સેફ હેવન કહેવાતુ પાકિસ્તાન પોતાની દેશ વિરુધી પ્રવૃતિઓમાંથી બહાર નહીં આવે તે વધુ એકવાર પુરવાર કર્યું છે. રવિવારે કાશ્મીરના પૂંછ વિસ્તારમાં બાલાકોટ સેકટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત ૫ લોકોના મોત થવાની સંભાવના છે જયારે ૨ લોકો ઘાયલ હોવાના […]

Top Stories
Firing in Jammu by pakistan e1568613743571 J & K : પૂંછ સેક્ટરમાં પાકે. કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ગોળીબારીમાં ૫ લોકોના મોત, ૨ ઘાયલ

શ્રીનગર,

આતંકીઓ માટે સેફ હેવન કહેવાતુ પાકિસ્તાન પોતાની દેશ વિરુધી પ્રવૃતિઓમાંથી બહાર નહીં આવે તે વધુ એકવાર પુરવાર કર્યું છે. રવિવારે કાશ્મીરના પૂંછ વિસ્તારમાં બાલાકોટ સેકટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત ૫ લોકોના મોત થવાની સંભાવના છે જયારે ૨ લોકો ઘાયલ હોવાના પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પામેલા ૫ માંથી ૪ લોકો એક જ પરિવારના હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી બાજુ ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

આ પહેલા વર્ષની શરૂઆતમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનની કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગૃહ મંત્રાલયદ્વારા આપવામાં જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત – પાકિસ્તાન બોર્ડર પર ફેબ્રુઆરી ૨૦૧૮ સુધી કુલ ૪૩૨ યુદ્ધ વિરામની ઘટનાઓ સામે આવી છે.

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન અંગે જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ જણાવ્યું હતું કે,  “અત્યારસુધી આ હુમલામાં ૫ લોકોના માર્યા ગયા હોવાની તેમજ ૨ ઘાયલ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે”.

આ પહેલા શનિવારે પણ જમ્મુ-કાશ્મીરના હાજિપોરામાં એસએસપી શોપિયાની ગાડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ આ હુમલામાં કોઈ જાનહાની થઇ ન હતી. ૧૫ માર્ચના રોજ પણ આતંકીઓએ બીજેપી નેતા અનવર ખાનના કાફલા પર હુમલો કરવાની કોશિશ કરી હતી.